અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની ગત મોડી રાત્રે ભુજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવાતાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે હત્યા રાજકીય હોવાના પરિવારના આક્ષેપ બાદ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવે તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

ફિલ્મી ઢબે કરાયેલા હત્યાની મળતી માહિતી મુજબ રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં AC કોચમાં સવાર પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. તેમને છાતી અને મોં પર ગોળી મારવામાં આવી હતી. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. કટારીયા અને સૂરજબારી રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનમાં હત્યા થઈ હોવાની માહિતી પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે બનાવ અંગે જાણ થતાં રાત્રે બે વાગ્યાના અરસામાં ટ્રેનને માળિયા રેલવે સ્ટેશન ખાતે થોભાવાઈ હતી અને તપાસ માટે રેલવે પોલીસ દોડી ગઈ હતી. જયંતી ભાનુશાલી ભાજપના અગ્રણી નેતા હતા. તેમની હત્યાએ અનેક સવાલો સર્જ્યાં છે. રેલવે પોલીસની હદમા હત્યાનો ગુન્હો નોંધાશે તો ભાજપના નેતાની હત્યાને પગલે જીલ્લા એસપી સહિતની કાફલો માળિયા દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી હતી
પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળી સામે તાજેતરમાં યુવતીએ શોષણના આક્ષેપ લગાવ્યા હતા અને છબીલ પટેલ સાથે અનબન ચાલતી હોય ત્યારે માળિયા પહોંચેલ મૃતક જયંતીભાઈના પત્ની મધુબેન અને ભાઈ શમ્ભુભાઈએ પણ છબીલ પટેલ પર આક્ષેપો કર્યા છે અને હત્યામાં તેની સંડોવણી હોવાની આશકા વ્યક્ત કરી છે
કોચમાં સાથે મુસાફરી કરતા શકમંદની ઉલટ તપાસ
ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તેની સાથે એસી કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરને પોલીસે અટકાયતમાં લીધો છે હત્યા સમયે તે કોચમાં હાજર હોય જોકે હાલ તે કશું જાણતો ના હોવાનું રટણ ચલાવી રહ્યો છે ત્યારે પોલીસે તેની ઉલટ તપાસ ચલાવી છે અને કોઈ હત્યાના ષડ્યંત્રના ભાગરૂપે આ ઈસમનો કોઈ રોલ છે કે નહિ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે
સીટની રચના કરાશે : રેલવેના સુત્રો
પરિવાર દ્વારા રાજકીય હત્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં છબીલ પટેલ સામે સીધા આક્ષેપો થયા છે ત્યારે આ હત્યા કેસની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવશે જેમાં રેલવેની ખાસ ટીમ હત્યા કેસની તપાસ કરશે તેવી માહિતી રેલવેના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




