તા.૧૩’મીએ યુનિ.ના કન્વેન્શલ હોલમાં મેગા ભરતી મેળો યોજાશે

0
14

સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવી ઈન્ટરવ્યુ આપી શકાશે
સુરત, તા.૭

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીના જણાવ્યાનુસાર ખાનગી એકમોની વિવિધ જગ્યાઓ માટે નોકરીદાતાઓને વિનામૂલ્યે કુશળ કર્મચારીઓ મળી રહે તેવા હેતુસર આગામી તા.૧૨/૬/૨૦૧૯ના રોજ સવારે ૧૦.૩૦ વાગે દ.ગુ.યુનિવર્સિટીના કન્વેન્શલ હોલ, સુરત ખાતે જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં કુલ ૪૦ થી વધુ કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા નોકરી વાંચ્છુ ઉમેદવારોએ http://bit.ly/2rZc4li લિંક પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું અથવા ભરતી મેળાના સ્થળ પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી ઈન્ટવ્યું આપી શકશે. વધુ વિગતો માટે રોજગાર કચેરી, સુરતનું ફેસબુક પેજ- સ્ઝ્રઝ્રજીંઇછ્‌ પરથી માહિતી મળી રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY