હળવદ ટાઉન પોલીસ ચોકી બન્યુ શોભાના ગાંઠિયા સમાન

0
36

અનેકવાર રજૂઆત કરવા છતાં ચાલુ ન  કરાતા લોકોને પડતી મુશ્કેલીઓ

હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી લૂંટ ફાટ  મારામારી ટાફીક તેમજ  રોમીયોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે જેના કારણે હળવદ વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હળવદ ટાઉન પોલીસ ચોકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમા એક પીએસઆઈ સહિત પાંચ પોલીસ કોન્સ્ટેબલનો સ્ટાફ તેનાત કરવામાં આવ્યો હતો પરંતુ આજદિન સુધી ટાઉન પોલીસ સ્ટેશન ચાલુ ન કરાતા  માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું  છે આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ સુધી પોલીસ સ્ટેશન ચાલુ ન થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે હળવદ પોલીસ સ્ટેશન ગામ થી દુર  હોવાના કારણે નાની-નાની રજૂઆત કરવા લોકોને બહાર જવું પડે છે જેના કારણે હળવદ વાસીઓને ભારે તકલીફ  ભોગવી પડે છે આ બાબતે  અનેકવાર રજૂઆત કરવા છતા આજદિન સુધી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન ટાઉન પોલીસ ચોકી બની રહુ છે તો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી હળવદ વાસીઓમાં  લાગણી અને માગણી ઉઠવા પામી છે તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડા યોગ્ય કરે તેવી માગણી ઉઠવા પામી છે

  મયુર રાવલ હળવદ

મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY