સુપ્રસિધ્ધ સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે ધુળેટીની ઉજવણી

0
11

ધુળેટી પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને પીચકારી અને રંગોનો શણગાર કરવામાં આવ્યો…,મંદીરના પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

બોટાદ જીલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદીરે હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે દાદા ને અલગ-અલગ રંગો અને પીચકારી નો શણગાર કરવામાં આવ્યો હતો.ધુળેટી પર્વ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદીરે આજે દેશ વિદેશ થી ભક્તો દાદાના દર્શન કરવા આવતા ભારે ભીડ જોવા મળી હતી.મંદીર ના પરિસર માં ભક્તોનુ ઘોડાપુર જોવા મળ્યુ હતુ જ્યારે આ ધુળેટી પર્વ અંગે સાળંગપુર હનુમાનજી મંદીર ના કોઠારી વિવેકસ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આજે ધુળેટી નો તહેવાર હોય દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો સાળંગપુર આવી પહોચ્યા હતા દાદાને સુંદર રંગો અને પીચકારી નો શણગાર કરવામાં આવ્યો છે જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા તમામ ના જીવન નવા રંગો થી રંગી દે તેવી શુભકામના

રિપોર્ટર:વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY