મોરબીની આરટીઓ કચેરીમાં નેટ સેવા ખોરવાઈ જતા અરજદારો રઝળ્યા

0
12

લાયસન્સ માટે ગયેલા અરજદારોને ધરમ ધક્કો

મોરબી જીલ્લો બન્યા બાદ મોરબીમાં જીલ્લા કક્ષાની કચરીઓ પણ કાર્યરત કરવામાં આવી છે જેમાં આરટીઓ કચેરી પણ કાર્યરત થઇ ચુકી છે જોકે આજે લાયસન્સ માટે ગયેલા અરજદારોને નેટ બંધ હોવાનું કહીને પરત મોકલી દેવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો હતો

મોરબી આરટીઓ કચેરી ખાતે આજે લાયસન્સ માટે અરજદારો પહોંચ્યા હતા વિકેન્ડ રજાઓ બાદ આજે ખુલતા સપ્તાહે અરજદારોએ લાયસન્સ સહિતના કામકાજ માટે મોટી લાઈનો લગાવી હતી જોકે સવારે કામકાજ શરુ થતા જ નેટ બંધ છે તેવું જણાવી દેવામાં આવ્યું હતું અને અરજદારોને ધોમ તાપમાં કામ થયા વગર જ ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો આજે આરટીઓ કચેરીએ નેટના ધાંધિયા અંગે એઆરટીઓ જે કે પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે રોડનું કામ ચાલી રહ્યું હોય જ્યાં ખોદકામ દરમિયાન નેટનો કેબલ કપાઈ જવાથી નેટ બંધ થયું હતું જે બપોર સુધીમાં શરુ થાય તેવું જણાવ્યું હતું પરંતુ બપોરે પણ શરુ થઇ શક્યું ના હતું જેથી મંગળવારે સવારે નેટ શરુ થતા અરજદારોના કામકાજ રાબેતા મુજબ શરુ કરવામાં આવશે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY