અબડાસાના આરીખાણા ગામેથી ૧૭ લાખનો દારૂ પકડી પાડતી ભુજ એલ.સી.બી.

0
329

ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોઠારા સાયરા તરફ જતા ચાર રસ્તા પર આવતા ખાનગી રાહે સચોટ બાતમી મળેલ કે, આરીખાણા ગામની વાડી વિસ્તારમાં આવેલ મહાવિરસિંહ જાડેજાની વાડી ઉપર વાડા પધ્ધર ગામનો મયુરસિંહ જવિરસિંહ જાડેજા તથા સંજયસીંગ ધરમપાલવાળાઓએ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો તેની વાડી ઉપર ઉતારેલ છે.

જે મળેલ સચોટ બાતમીના આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યા મહાવિરસિંહ જાડેજાની વાડી પર આવી ચેક કરતા એક ઇસમ હાજર મળી આવેલ જેને પોતાનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ રાજુસીંગ શેરસીંગ રાજપુત, ઉ.વ.ર૧, રહે.હજારખેડા, તા.બાદરપુર, જિ.અલવર, (રાજસ્થાન) વાળો હોવાનું જણાવેલ જેને સાથે રાખી વાડીમાં આવેલ રૂમની અંદર ઝડતી તપાસ કરતા વાડીના રૂમમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની કાચની શીલબંધ બોટલ નંગ-૫૦૬૪, પેટી નંગ- ૪૨૨, કિ.રૂા.૧૭,૭૦,૪૦૦/- નો પ્રોહિના મુદામાલ મળી આવ્યો હતો.

સદરહું પ્રોહિના મુદામાલ બાબતે આરોપી રાજુસીંગને યુકિત-પ્રયુકિતથી પુછ-પરછ કરતા તેણે જણાવેલ કે, સદરહું ઇંગ્લીશા દારૂનો જથ્થો મયુરસિંહ જયવિરસિંહ જાડેજા, રહે.વાડાપધ્ધર, તા.અબડાસા, તથા સંજયસીંગ ધરમપાલ, રહે.હરીયાણા, તથા વાડીના માલીક મહાવીરસિંહ જાડેજા, રહે.આરીખાણા, તા.અબડાસા વાળાઓએ સાથે મળીને આ વાડીમાં આ દારૂનો જથ્થો ઉતારેલ અને પોતાને આ દારૂના જથ્થા ઉપર ચોકીદારી માટે રાખેલાની કબુલાત કરતો હોય ઉપરોકત ચારેય આરોપીઓ વિરૂધ્ધ કોઠારા પો.સ્ટે. પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY