મોરબીના શનાળા ગામે બાળલગ્ન કરાવનાર માતાપિતા સહીત સાત સામે પોલીસ ફરિયાદ

0
72

મોરબીના શનાળા ગામે થોડા દિવસો પૂર્વે થતા બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા અને બાળ લગ્ન પ્રતિબંધકની ટીમને બાળ લગ્ન નહિ કરવા આપેલી બાહેંધરી છતાં બાળ લગ્ન કરતા સાત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

મોરબીના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અનીલાબેન પીપળીયા દ્વારા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે જેમાં આરોપી વાલજી રઘાભાઈ પઢારીયા, અજય વાલજીભાઈ પઢાંરીયા, દયાબેન વાલજીભાઈ પઢારિયા, હણ નાથાભાઈ, અશ્વિન ઉર્ફે અરજણ રાયધન પઢારિયા રહે બધા શકત શનાળા તેમજ કિશોર ધનજીભાઈ ટમાંરીયા રહે મોટા ખીજડીયા તા. ટંકારા અને ખાંભલા પ્રભુભાઈ અજયના મામા એમ સાત આરોપીઓએ અજય પઢારિયાની ઉમર ૧૮ વર્ષ ૭ માસની હોય આરોપી માતાપિતા વાલજીભાઈ અને દયાબેને મોરબીના લાલપર ગામે રહેતા જેમલ રામજીભાઈ ભુમ્ભરીયાની દીકરી સેજલ સાથે લગ્ન નક્કી કર્યા હતા જોકે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા બાળ લગ્ન અટકાવ્યા બાદ લગ્ન નહિ કરવાની બાહેંધરી આપવા છતાં ગુપ્ત રીતે લગ્ન કરાવી તેમજ અન્ય આરોપીઓએ બાળ લગ્નમાં મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY