દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે જેમાં આજે ત્રીજા ચરણમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ વહેલી સવારે મતદાન કર્યું હતું તો મોરબીમાં પણ મતદારોએ મતદાન શરુ થતા પૂર્વે જ લાઈનો લગાવી હતું અને વહેલી સવારથી મતદાન શરુ કર્યું છે
ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા મોરબીના રહેવાસી હોય જેઓ મોરબીની નીલકંઠ વિધાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મતદારોનો ઉત્સાહ અનેરો હોવાનું પણ તેમને જણાવ્યું હતું
સાથે જ પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ પણ સવારે મતદાન કર્યું હતું અને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



