વ્યસ્ત જીવનમાં થોડા ઊભા રહીને ચાલો બાળકને સમજીએ ખરેખર બાળકની “પરવરિશ” કેવી રીતે કરવી તે બાબતનો ભવ્ય સેમિનાર યોજાયો.
હળવદમાં શિક્ષણ હબ તરીકે ગણાતુ મહર્ષિ ગુરુકુળ હંમેશા કંઈક નવું કરવા માટે અગેરેસર છે ત્યારે મારા સ્વપ્નો મારા અનુમાન કરનાર મારા બાળકોને શૈક્ષણિક સામાજિક અને સંસ્કારી કેવી રીતે બનાવવા? સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચ અભ્યાસ પરીક્ષામાં બાળક આગળ નીકળી શકે તેનું સોલ્યુશન તેમજ બાળકોની બૌદ્ધિક ક્ષમતા વધારવા શું કરવું જોઈએ બાળકો સાથે કેવો વાર્તાલાપ કરવો જે તેમજ ભવિષ્યમાં સંતાનનો અભ્યાસ માટે વિવિધ આયોજન અને તેના સોલ્યુશન માટે “પરવરિશ” એક નઈ સોચ સેમીનારનુઆયોજન કરાયુ,
આ સેમિનાર સ્પીકર કુશકુલ ક્ષેષ્ટ અને સપના તમરાકર મેડમ સ્પીકરે સ્પીચ આપી હતી પરવરિશ સેમિનારમાં જે બાળકો અભ્યાસ કરે છે જે બાળકોના અભ્યાસ માટે આપ આયોજન કરી રહ્યા છો અને જે સંતાનો ભવિષ્યમાં આવનાર છે તેનો ઉછેર કેવી રીતે કરવો તેવું સોલ્યુશન “પરવરિશ” સેમીનારમાં કહી આપના આંગણામાં ખેલતુ કૂદતું બાળક તેને શૈક્ષણિક ઉછેર કેવી રીતે કરશો આજના દૂષિત વાતાવરણમાં કેવી રીતે અભ્યાસ કરાવો તેમાં માતા પિતાની શું ભૂમિકા તેવા અનેક પ્રશ્નો ઉકેલ પરવરિશ સેમિનારમાં સમજાવવામાં આવ્યું મહર્ષિ ગુરુકુળ માં આ એક અનોખો સેમિનાર યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં મહર્ષિ ગુરુકુળના ટ્રસ્ટીઓ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ,વાલીગણ બહુ મોટી સંખ્યામાં ઉપ સ્થિત રહયા હતા, અક્રમમાં મહર્ષિ ગુરુકુલ એમડી રજનીભાઈ સંઘાણી દિલીપભાઈ, અશોકભાઈ ગેલોત રાજુભાઈ ચનિયારા રાકેશ સર કલ્પેશ સર તથા સ્ટાફ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી,
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





