મોરબી,તા.૪
મોરબીમાં સર્કિટ હાઉસ પાછળ નવા બની રહેલાં બાંધકામમાંથી સળગેલી હાલતમાં એક યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરી ગળેટૂંપો આપી તેને સળગાવી દીધી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે આ મામલે યુવતીના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવતી મોરબીના વીસીપરા વિસ્તારમાં પોતાના પિતા સાથે રહેતી હતી. આ અંગે યુવતીના પિતા મેશભાઈ તાજસીંગે રવિ દલવાડી નામના યુવક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમની પુત્રી કેપા મુણીયાને રવિ દલવાડી કડિયાકામ માટે લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ કપડાં વડે ગળેટૂંપો આપી હત્યા કરી દીધી હતી. અને બાદમાં લાશને સળગાવી દીધી હતી.
હાલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધી યુવતીની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી છે. અને આ મામલે આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


