પટના,તા.૪
ભાજપ અને JDU નેતાઓ એક-બીજાની ઈફ્તાર પાર્ટીમાં સામેલ નહીં થયાના એક દિવસ પછી જ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદી લોકજનશકિત પાર્ટી (LJP) પ્રમુખ રામ વિલાસ પાસવાનની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા હતા. ઈફ્તાર પાર્ટીમાં રામવિલાસ પાસવાનની એક તરફ JDU અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને બીજી તરફ ભાજપના નેતા અને ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર બેઠા હતા. આ ઈફ્તાર પાર્ટીમાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડન અને ભાજપા નેતા રામકૃપાલ પણ હાજર રહ્યા હતા.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનો કેબિનેટ પદ મામલે ભાજપ સાથે છેલ્લા ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. એવામાં લાલુ પ્રસાદ યાદવે તેમને આમંત્રણ મોકલ્યું છે. લોકસભા ચૂંટણીમાં બિહારમાં ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહેલ લાલુ પ્રસાદ યાદવની પાર્ટીRJDએ તેમને મહાગઠબંધનમાં પરત ફરવા માટે આમંત્રિત કર્યા છે. તેમણે ૨૦૧૭માં મહાગઠબંધન સાથે છેડો ફાડી દીધો હતો. આ આમંત્રણ ઇત્નડ્ઢ ઉપઅધ્યક્ષ રઘુવંશ પ્રસાદ સિંહે સોમવારે પટનામાં મોકલ્યું હતું.
લાલુ પ્રસાદના ખાસ તરીકે ઓળખાતા રઘુવંશ પ્રસાદ સિંહે મીડિયાને જણાવ્યું કે હવે ફરી એક વખત એક સાથે આવી જવાનો સમય પાકી ગયો છે. ભાજપ આવનારા સમયમાં નિતિશ કુમારનું ફક્ત ‘અપમાન’ જ કરવાની છે. તેથી તે જ વધારે યોગ્ય રહેશે કે તેઓ ભાજપનો સાથ છોડીને ગઠબંધનમાં જાડાઈ જવું એ જ સમજદારી કહેવાશે. તેમણે કહ્યું કે આ આ અપીલ ફક્ત નિતિશ કુમાર માટે જ નથી. ભાજપ સિવાયની બધી જ પાર્ટીઓએ એક સાથે આવવું જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




