વાંકાનેર નજીક એકલતાનો લાભ લઈને યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ

0
9

આરોપી પોલીસના હાથવેંતમાં : સુત્રો

વાંકાનેર પંથકમાં રહીને મજુરી કરતી પરપ્રાંતીય શ્રમિક યુવતી એકલી હોય જે એકલતાનો લાભ લઈને એક શખ્શે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોય જે અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

બનાવની મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેર સદગુરુ આશ્રમ નજીક ઝુપડપટ્ટીમાં વસતા આદિવાસી પરિવારની યુવતીની એકલતાનો લાભ લઈને આરોપી માલુ દીપુ ડામોર રહે મૂળ મધ્યપ્રદેશ વાળાએ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ભોગ બનનારના ભાઈએ નોંધાવી છે
દુષ્કર્મના બનાવ અંગે વાંકાનેર સીટી પીઆઈ એમ વી ઝાલા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર સગીરા છે કે પુખ્ત વયની યુવતી છે તે સ્પષ્ટ થયું નથી ડોક્યુમેન્ટ અને મેડીકલ તપાસ દ્વારા તેની તપાસ ચાલી રહી છે ભોગ બનનાર અને આરોપી સાથે કામે જતા હોય અને ભોગ બનનાર એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું વાંકાનેર સીટી પોલીસે દુષ્કર્મ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે તેમજ આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY