સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ઠંડીમાં વધારો : નવસારી ૮, વલસાડ ૯ ડિગ્રી

0
4

સુરતમાં પણ તાપમાનનો ૧૧ ડિગ્રીએ પહોંચી જતા જોરદાર ઠંડી
સુરત, તા. ૩૦
ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલી શીતલહેરના લીધે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ૧૨ જેટલા જિલ્લાઅોમાં ન્યુનત્તમ તાપમાનનો પારો સીંગલ ડિજિટ જતા ઠંડીનું જાર વધ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ગતરોજની સરખામણીએ આજે વધુ દોઢ ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૧.૫ ડિગ્રી નોંધાયું છે. ગતરોજ સીરતનું ન્યુનત્તમ તાપમાન ૧૨.૫ ડિગ્રી નોંધાયું હતું આમ આજે એક ડિગ્રી જેટલુ તાપમાન ઘટયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારી હવામાન વ્ભિગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૦.૫ ડિગ્રી નોંધાયું હતું. ગતરોજની સરખામણીએ આજે દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નવસારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. ભરબપોરે પણ સુસવાટાભેર પવનથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે.
વલસાડમાં આજે ન્યુનત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું છે ગતરોજની સરખામણીએ આજે દોઢ ડિગ્રીનો ઘટાડો નોîધાયો છે. નવસારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. ભરબપોરે પણ સુસવાટાભેર પવનથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે.
વલસાડમાં આજે ન્યુનત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજની સરખામણીએ આજે યથાવત છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી અમરેલીમાં ૬.૮ ડિગ્રી અને નલીયામાં ૭ ડિગ્રી નોîધાઈ છે. રાજ્યના ૧૨ જિલ્લામાં સીંગલ ડિજીટમાં ન્યુનત્તમ તાપમાન નોંધાયું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY