ટ્રાવેલ્સ સંચાલકની હત્યા કેસમાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર

0
27

મોરબી,તા.૧૫
જિલ્લામાં ગત મહિનામાં ટ્રાવેલ્સ સંચાલકની તેના ભત્રીજાએ અન્ય લોકો સાથે મળીને હત્યા કરી હતી. જેમની વિરૂદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીઓમાંના એકના મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે.
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યાના કેસમાં ફરિયાદી અર્જુનસિંહ ઝાલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. ભત્રીજા સહિત અન્ય આરોપીઓને ઝડપી મુદ્દામાલ જપ્ત કરી જેલ ભેગા કર્યા હતા.મળતી માહિતીનુસાર, આ હત્યાના કેસમાં સુરેન્દ્રનગરના રહેવાસી દિવ્યરાજસિંહ ઝાલાનું નામ પણ ખુલ્યું હતું. એટલે તેણે પોલીસ ધરપકડ કરે તે પહેલા જ મોરબી ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝાની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આરોપીની તરફેણના વકીલ નરેન્દ્રસિંહ જારૂભા ઝાલા અને યોગરાજસિંહ જનકસિંહ જાડેજાની દલીલોને માન્ય રાખીને ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY