ન્યુ દિલ્હી,તા.૫
નાણાં મંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે બજેટ ભાષણ દરમિયાન મિનિમમ પ્બલિક શેરહોલ્ડિંગ ૨૫ ટકાથી ૩૫ ટકા કરવાની દરખાસ્ત મૂકી છે. તેમણે જણાવ્યું હતું કે, મિનિમમ પ્બલિક શેરહોલ્ડિંગ ૨૫ ટકાથી ૩૫ ટકા કરવા માટેનો યોગ્ય સમય આવી ગયો છે.
સંસદમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકારે સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને પહેલાથી આ અંગે જાણ કરી છે. આ ઉપરાંત તેમણે સોશિયલ સ્ટોક એક્સેચેન્જ બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. સામાજીક કલ્યાણ સાહસો અને સામાજિક કલ્યાણ ઉદ્દેશો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ આ એક્સેચેન્જ પર લીસ્ટ થઈ શકશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


