છ દિવસથી ચાલતી ખનીજ ચોરીની ડ્રાઈવમાં માત્ર ત્રણ ડમ્પર ઝડપાયા : નદીમાંથી બિન્દાસ ખનીજ ચોરો કરી રહ્યા છે રેતીની ચોરી..!!
હળવદ પંથકમાંથી નીકળતી કાચા સોના જેવી રેતીની ખનીજ ચોરી કરી સરકારની તિજોરીને વર્ષ દહાડે કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહેલા રેતમાફિયાઓને નાથવા છેલ્લા છ દિવસથી ખાણખનીજ વિભાગ દ્વારા ઝુંબેશરૂપી કામગીરી શરૂ કરવામાં આવી છે, જો કે આ ઝુંબેશ માત્ર નાટકીય ઢબે હોય તેમ છ દિવસમાં માત્ર ત્રણ જ ડમ્પર પકડાતા પેપર ફુટી જવા જેવી સ્થિતિમાં ખાણ ખનીજ વિભાગનો સ્ટાફ જ ખનીજ ચોરીમાં શંકાના દાયરામાં આવી ગયો છે.
કુદરતી સંપદાના બેફામ ચાલતા કાળા કારોબારમાં તંત્રને જાણે કોઈ જ રસ ન હોય તેમ ગેરકાયદેસર સફેદ રેતી ભરેલા ઓવરલોડ ડંમ્પરો રાત- દિવસ ધમધમી રહ્યાં છે ઉપરાંત ગાંઢ નિદ્રામાં પોઢેલા તંત્રને ઓવરલોડ ડંમ્પરો દેખાતાં જ નથી. હળવદ પંથકમાં છેલ્લા છ દિવસથી ખનિજ વિભાગે ધામા નાખ્યાં છે તેમ છતાં પણ ખનિજ ચોરી કરતાં ઓવરલોડ ડંમ્પરોને મોકળું મેદાન મળી જાય છે ત્યારે રેતી ચોરી કરતાં ખનીજ માફિયાઓ પણ મુંછે તાવ દઈને કહે છે કે અમારૂ કોઈ કાય જ ન કરી શકે ? ખરેખર આવા લોકોને તંત્ર કાય જ નહીં કરી શકે? કેમ કે ખનીજ અધિકારીઓ કે રોયલ્ટી સુપરવાઈઝરને હાઇવે પર એક હોટલમાં ખાતેદારી કરતા હોવાનું પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હળવદ પંથકમાં રેતીચોરીને ડામવા છેલ્લાં છ દિવસથી ખાણ ખનીજ, આરટીઓ, મામલતદાર સહિતનુ તંત્ર દોડી રહ્યું છે જેમાં છ દિવસમાં ત્રણ ડંમ્પર પકડી બહાદુરી બતાવતા તંત્રએ બે દિવસ પહેલાં ઓવરલોડ ડંમ્પર પકડી પાડ્યુ હતું પરંતુ રાજકીય વગ ધરાવતા ઓવરલોડ ડંમ્પર પર કાર્યવાહી હાથ ધરવામાં નિષ્ફળ નિવડ્યુ હતું જેમાં હાલ તો હળવદ પંથકમાં બેફામ ઓવરલોડ એજ ગતિએ ડંમ્પરો દોડી રહ્યાં છે અને ખનિજ ચોરીને નાથવા ખનીજ વિભાગ સદંતર નિષ્ફળતા મેળવી છે ત્યારે તંત્ર પણ શંકાના દાયરામાં આવી ગયુ છે. જો ઉચ્ચસ્તરે તપાસ કરવામાં આવે તો અને ખાણ ખનીજ ખાતાના અધિકારીના તપેલા ચડી જાય તેવો લોકમુખે ચર્ચાઇ રહ્યું છે ,
તાલુકાના મયુરનગર, ધનાળા, ચાડધ્રા, ટીકર, મિયાણી, અજીતગઢ સહિતના ગામોમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાંથી લોડર અને હિટાચી મશીનથી ટ્રેક્ટર વડે રેતીને બહાર કાઢીને મોટા મોટા સટ્ટાઓ ખડકી દેવામાં આવ્યા છે ત્યારે નદીઓમાં ઉતરવા માટે તંત્રને પણ છપ્પનની છાતી જોઈ તેવો તાલ સર્જાયો છે ખનીજ માફિયાઓ તંત્ર પર હાવી થઈ જતાં હવે શરમે ધરમે ખનીજ માફિયાઓ પર અંકુશ લાવવા માટે કલેકટરના આદેશથી હળવદ પંથકમાં ધામા નાખ્યાં છે. તાલુકામાં વિવિધ ગામોમાંથી રેતીચોરીની વ્યાપક પ્રમાણમાં ફરિયાદ ઉઠવા પામી છે અને ખનીજ ચોરીના કેસો અટકાવવામાં તંત્ર સદંતર વામળુ પુરવાર થયું છે. તેઓ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે
ટીકર, ધનાળા ચોકડી અને હળવદ ખાતે જો ચેક પોસ્ટ બનાવવામાં આવે તો ખનીજ ચોરી અટકી શકે તેમ છે
પંથકમાં ચાલતી ખનીજ ચોરી ખરેખર જો તંત્ર અટકાવવા માંગતું હોય તો ટીકર, ધનાળા અને હળવદ હાઇવે પર ચેક પોસ્ટ બનાવવામાં આવે તો મોટાભાગના નંબર પ્લેટ વગર માતેલા સાંઢની જેમ દોડતા રેતીના ડમ્પરો પકડવામાં તંત્રને સફળતા મળે તેમ છે.
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



