એક મહિનામાં બટાકાના ભાવમાં બે ગણો વધારો ઝીંકાયો

0
120

અમદાવાદ,
તા.૧૧/૪/૨૦૧૮

ર૦ કિલોના ભાવ રૂ.૧૬૦થી વધીને ર૬૦ની સપાટીએ પહોંચ્યા

જાન્યુઆરી મહિનામાં બટાકાની આવક વધતાં ભાવ સતત ઘટી ગયા હતા. વધતી આવકને પગલે ભાવ ઘટીને તળિયે પહોંચી ગયા હતા. સ્થાનિક બજારમાં આઠથી દસ રૂપિયે કિલો વેચાતા હતા, પરંતુ બટાકાના ભાવ અપટ્રેન્ડ જાવા મળી રહ્યો છે. છેલ્લા એક જ મહિના ભાવ બમણા થઇને હાલ સ્થાનિક બજારમાં રૂ.રરથી રર પ્રતિ કિલોએ વેચાઇ રહ્યા છે.

માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સપ્લાયમાં ઘટાડો થતાં ઉત્તર પ્રદેશ સરકારે બટકાનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરતાં ભાવમાં સુધારો જાવા મળ્યો છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશી બટાકાના ભાવમાં પણ સુધારાની ચાલ જાવાઇ છે. સ્થાનિક બજારમાં ર૦ કિલોના દેશી બટાકા રૂ.૧પ૦થી ર૦૦ની સપાટીએ પહોંચી ગયા છે. જે એક માસ પૂર્વે રૂ.૧૦૦થી ૧પ૦માં વેચાઇ રહ્યા હતા. ડીસા બટાકાના ભાવમાં પણ ઉછાળો જાવા મળ્યો છે.

માર્કેટ યાર્ડમાં ડીસા બાજુથી આવતા બટાકાના ભાવ ર૦ કિલોના વધીને રૂ.૧૬૦થી ર૬૦ની સપાટીએ પહોંચી ગયા છે.

માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે બટાકાના બમ્પર ઉત્પાદનને પગલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ઉત્તરપ્રદેશ સરકારે મોટા પ્રમાણમાં બટાકાની ખરીદી કરે તેવી શકયતાઓ પાછળ બટાકાના ભાવ ઉછળ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY