હળવદના જુના દેવળીયા ખાતે જિલ્લા કક્ષાનો ૭૦માં વન મહોત્સવની ઉજવણી કરાઇ

0
526

આપણને કુદરતે ઘણું બધુ આપ્યું છે. જેનું જતન કરવું એ ફરજ છે (ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગ ચેરમેન હંસરાજભાઇ ગજેરા)

ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળીયા ખાતે પટેલ સમાજવાડીમાં જિલ્લા કક્ષાનો ૭૦માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ હળવદ તાલુકાના જુના દેવળીયા ખાતે પટેલ સમાજવાડી મધ્યે યોજાયેલ પ્રસંગે ગુજરાત રાજય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, આપણને કુદરતે ઘણું બધુ આપ્યું છે. જેનું જતન કરવું એ ફરજ છે. આજના સમયે અને આવનાર સમયમાં આજે પર્યાવરણની સમસ્યા વધી છે ત્યારે જો વૃક્ષો નહીં વાવીએ તો આગામી પેઢીઓ આપણને માફ નહીં કરે. વૃક્ષો નહિં વાવીએ તો ઘણી બધી બિમારીઓ ભયાનક રોગો લોકોને ભરડો લેશે. જેથી પર્યાવરણની જાળવણી કરવા માટે વૃક્ષોનું જતન કરવું અને જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.

આ પ્રસંગે માળીયા-મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, વૃક્ષો વાવીએ તેનું જતન થાય તેનો ઉછેરી કરી એક વટવૃક્ષ બને અને પર્યાવરણ અને વાતવરણ સ્વચ્છ બનાવીએ તેવા સહિયારા પ્રયત્નો આપણે કરવા પડશે.

જયારે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ વન મહોત્સવના સંદર્ભે પોતાના વકતવ્ય દ્વારા ઉપસ્થિત નાગરિકોને,ખેડુતો,ગામના લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. શરૂઆતમાં નાયબ વન સંરક્ષક એમ.એમ.ભાલોડીએ વન મહોત્સવ વિશેનો મુખ્ય હેતું સમજાવીને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક પ્રવચનથી સ્વાગત કર્યું હતું. તેમજ આભારવિધિ મદદનીશ વન સંરક્ષક પી.ટી.શિયાણીએ કરી હતી.

આ પ્રસંગે વૃક્ષ અને પર્યાવરણ પ્રેમીઓનું સન્માન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ડી.સી.પી. નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવો તરફથી ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

જયારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા પટેલ સમાજવાડીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષકએફ.એલ.ખુબાંગ, જિલ્લા કલેકટરઆર.જે.માકડીયા, એસ.ટીના પૂર્વ ચેરમેન બિપીનભાઇ દવે,તાલુકા પંચાયત-હળવદ પ્રમુખ ધમેન્દ્રસિંહ ઝાલા, વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયાં હતાં.
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY