CBSE પેપર લિક : પેપર બિહારથી લીક થયુ હતુ,એબીવીપીના લીડરની ધરપકડ

0
76

ન્યુ દિલ્હી,
તા.૩૧/૦૩/૨૦૧૮

પોલીસે ૬૦ લોકોની પૂછપરછ કરી,ઝારખંડમાંથી ત્રણ લોકોની ધરપકડ

સીબીએસઈ પેપર લીક મામલામાં પોલીસે ૬૦ લોકો સાથે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ખબર પડી કે વોટ્‌સએપ પર પેપર મિત્રભાવે સક્્ર્યુલેટ કરવામાં આવ્યું હતું. આમાં પૈસાની લેવડ દેવડની જાણકારી હજી સામે આવી નથી. આ મામલામાં પોલીસે વોટ્‌સએપના ગ્રુપ એડમિનની પણ પૂછપરછ કરી જેમાં આ પેપર આપવામાં આવ્યું હતું. પોલીસ પેપર લીકના સોર્સ મેળવવાના પ્રયત્નો કરી રહી છે.

કોઈએ ઈમેલ કરીને સીબીએસઇના પ્રમુખને પેપર લીકની જાણકારી આપી હતી. પરંતુ શિક્ષા સચિવ અનિલ સ્વરૂપે આ મામલામાં સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે પરીક્ષા આગલા દિવસે સવારે ૧૦ વાગે હતી. જેના કારણે તપાસ વગર ઓછા સમયમાં પરીક્ષા પાછી ઠેલવવી સંભવ ન હતી. ગણિત અને અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૮ માર્ચ અને ૨૬ માર્ચના રોજ થઈ હતી જેના પેપર લીક થયા હતાં. પોલીસે ગૂગલ પાસેથી પણ આ ઈમેલ સરનામાની જાણકારી માંગી છે. આ દરમિયાન કાલે ઝારખંડના ચતરા જિલ્લાના છ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે.

આ વચ્ચે પોલીસે ૧૦મા ધોરણનું ગણિત અને ૧૨મા ધોરણના અર્થશાસ્ત્રનું પેપર લીક થવા મામલે ઝારખંડના ચતરા જિલ્લાથી ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ૯ સગીરને પણ હિરાસતમાં લેવામાં આવ્યાં છે.

ચતરા પોલીસે જે લોકોની ધરપકડ કરી છે જેમાં કોચિંગ સેંટર સ્ટડી વિઝનના બે સંચાલક સતીશ પાંડે અને પંકજ સિંહ તથા એક શિક્ષક પણ સામેલ છે. નોંધનીય છે કે સતીશ પાંડેય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો જિલ્લા સંયોજક છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઇ)ની ૧૨માં ધોરણની અર્થશાસ્ત્ર વિષયની ફરીથી પરીક્ષા ૨૫ એપ્રિલના રોજ થવાની છે. જ્યારે ૧૦માં ધોરણની ગણિતની પરીક્ષા જા જરૂર પડશે તો જુલાઈમાં માત્ર દિલ્હી-એનસીઆર અને હરિયાણા માટે કરાવવામાં આવશે. આ બધા વચ્ચે ઓલ ઇન્ડિયા પેરેન્ટસ એશોસિએશને કાલે કહ્યું હતું કે આજે કોર્ટની નજર હેઠળ તપાસ કરાવવાની માગ સાથે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY