યોગી સરકારે કૉલેજ-યુનિ.માં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો’

0
6

લખનઉ,તા.૧૮
આજકાલની યુવા પેઢીને કોઇપણ વસ્તુ વગર ચાલશે પણ મોબાઇલ વગર નહીં ચાલે તે સ્વાભાવિક છે, પરંતુ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપતા કોલેજ અને યુનિવર્સિટીમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. આ સંબંધમાં એક સર્ક્યૂલર પર જાહેર કરવામાં આવ્યું છે. એવામાં હવે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજમાં મોબાઇલ ફોન લઇને નહીં જઇ શકો.
આ પ્રતિબંધ ઉત્તર પ્રદેશની તમામ યુનિવર્સિટી અને કોલેજમાં શિક્ષકો પર પણ લાગૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ડાયરેક્ટરેટ ઓફ હાયર એજ્યુકેશન તરફથી બહાર પાડવામાં આવેલા સર્ક્યૂલર મુજબ વિદ્યાર્થીઓના ભણતરના સારા માહોલ માટે રાજ્યની તમામ કોલેજ અને યુનિવર્સિટીમાં આને લાગુ કરવામાં આવ્યો છે. કોલેજમાં મોબાઇલ પર પ્રતિબંધ બાદ વિદ્યાર્થીઓ ખાસ્સા નારાજ છે. આને લઇને વિરોધ પણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારનું માનવું છે કે, કોલેજના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનો સમય મોબાઇલ પર વિતાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, યોગી સરકારે પહેલા જ કેબિનેટ અને અધિકારીઓને મીટિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ફેસલો અમુક મંત્રીઓ અને અધિકારીઓના મીટિંગ દરમિયાન વોટ્સએપ મેસેજ વાંચવામાં વ્યસ્ત થવાની વાત બાદ લેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY