સુરત, તા. ૨૮
અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી એક વાહન ચાલક પર મોટા છરા વડે હુમલો કરી ઉધના હરીનગરનો આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઉધના પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે આઈપીસીï ૩૦૭ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાગામ-ડીંડોલી હરીધામ સોસાયટી ખાતે દીપક મધુકાર ટીકરે રહે છે. ગત ૨૬મી ફેબ્રુઆરીના રોજ તેઓ ઉધના વિજય નગર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે ફરિયાદીદીપક મધુકર ટીકરે સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મોટા છરા વડે હુમલો કરી ઈજાઓ પહોîચાડી વિજય ઉર્ફે અક્ષય ફરાર થઈ ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ નોધી આઈપીસી-૩૦૭ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



