સ્ટેમ્પ પેપરના ડીઝટલ વેચાણ થી સ્ટેપવેન્ડરો બેરોજગાર થઈ જશે

0
83

સ્ટેમ્પ વેન્ડરો હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના હળવજ તાલુકા મથકમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ તંત્રને પત્ર લઈને પોતાની માંગણી રજૂ કરી છે. પત્રમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા નોન. જ્યુ.સ્ટેમ્પ પેપર 1-10-2019થી બંધ કરી ડિઝીટલ વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે. જેને અમે આવકારીએ છીએ પરંતુ તેનાથી અમને નુકસાન થાય તેમ છે. કારણ કે સ્ટેમ્પ પેપર કરવા નાના દરના સ્ટેમ્પ પેપર 3 ટકા અને મોટા સ્ટેમ્પ પેપર 1 ટકા કમિશન મળતું હતું. જે હવે 0.15 ટકા જ કમિશન મળશે. જેનાથી અમને ભારે નુકસાન થશે. કારણ કે સ્ટેમ્પ પેપર છાપવાનો ખર્ચ, સ્ટેનરી ખર્ચ, ઈલેક્ટ્રીક સાધનો કોમ્પ્યુટર, પ્રિન્ટરસ ઈન્ટરનેટનો ખર્ચે અમારે ભોગવવો પડશે અને ગણતરી કરીએ તો 100નાં સ્ટેમ્પ પેપર પર રૂપિયા 2થી3 નો ખર્ચ થાય છે. અને આવક માત્ર 0.15 પૈસાજ થશે. જેથી સ્ટેમ્પ વેન્ડરો બેરોજગાર થઈ જાય તેમ છે.

સ્ટેમ્પ વેન્ડર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ તમામ કારણોને ધ્યાને લઈને કેટલાક સુધારા લાવવા માંગણી કરી છે. જે તેઓ પત્રમાં પણ લખ્યા છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લી. એજન્ટ નહીં પરંતુ સરકારી કચેરી અથવા ડાયરેક્ટ નિમણૂંક આપવામાં આવે, સ્ટેશનરી ખર્ચ, ઈલેક્ટ્રીક સાધનો, ઈન્ટરનેટ તથા ઓપરેટિંગ ખર્ચ આપવામાં આવે અને કમિશન સરકારના નિયમ મુજબ આપવામાં આવે. આ સાથે જ જણાવ્યું છે કે નાના કદના સ્ટેમ્પ પેપરનું વધારે વેચાણ થાય છે. જે ડિઝીટલ થવાના કારણે સામાન્ય માણસોને પારાવાર મુશ્કેલી ઉભી થવાની પુરેપુરી સંભાવના છે. જેથી નાના કદનાં ફીઝીકલ સ્ટેમ્પ પેપર હંગામી ધોરણે ચાલુ રાખવા માટે માંગ કરી છે.

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY