બોલો..ટ્રાફિક પોલીસે કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો..!!

0
37

મોરબી,તા.૨૧
શહેરમાં ટ્રાફિકમાં કાયદાની અમલવારીમા ટ્રાફિક પોલીસના મહાભગા સમાન એક ભયંકર છબરડો બહાર આવ્યો છે. ટ્રાફિક પોલીસે કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકારીને હદ કરી દીધી છે. સરકારના આદેશ પ્રમાણે તા.૧૫ ઓક્ટોબર સુધી ટ્રાફિકના આકરા દંડની જોગવાઈની અમલવારી મોકૂફ રાખવામાં આવી છે. એ પહેલાં તંત્રએ એક ભયંકર ગોટાળો કર્યો છે. મોરબીના રવાપર રોડ પર આવેલ રોયલ પાર્ક સોસાયટી રોડ પરના સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મયંકભાઈ હરજીવનભાઈ દલસાણીયા કાર ચલાવતા હોવા છતાં હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો છે.
મોરબી એ ડિવિઝનની ટ્રાફિક પોલીસે આ કાર ચાલકને જે ઇ-ચલણ મોકલ્યું છે. તેના ફોટામાં હકીકતમા કારની બાજુમાં હેલ્મેટ વગર એક બાઈકચાલક જોવા મળે છે. ત્યારે પોલીસે આ બાઈકને મેમો આપવાના બદલે કારના માલિકને હેલ્મેટનો મેમો આપી દીધો છે. આ વિચિત્ર દંડનો બનાવ હાલ મોરબી શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો છે. રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમનના નવા કાયદાની અમલવારીનો સમય વધારી ૧૫ ઓક્ટોબર કરવામાં આવ્યો છે. આ પહેલા પણ રાજકોટના ચાલકનો મેમો મોરબી પહોંચી ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY