બોટાદના નાગલપર પે-સેન્ટર શાળાની મુલાકાત લેતા જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા

0
13

જ્ઞાનકુંજ પ્રોજેકટ થકી બાળકોને સ્માર્ટ કલાસરૂમના માધ્યમથી જ્ઞાન પીરસતી નાગલપર પે-સેન્ટર શાળાની કલેક્ટરે મુલાકાત કરી

બોટાદ જિલ્લાના નાગલપર સ્થિત પે-સેન્ટર શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ થકી શાળામાં આવતા બાળકોને સ્માર્ટ કલાસરૂમના માધ્યમથી જ્ઞાન પીરસવામાં આવી રહયું છે. જે શાળાની બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ તાજેતરમાં મુલાકાત લીધી હતી.
કલેકટર વિશાલ ગુપ્તાએ આ શાળામાં ધોરણ – ૭ અને ૮ ના બાળકોને જ્ઞાનકુંજ પ્રોજેકટ અન્વયે સ્માર્ટ કલાસરૂમ થકી પીરસવામાં આવતા જ્ઞાનની સાથે શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવી તેને વેગ આપવા માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો મેળવી હતી.આ તકે શાળાના શિક્ષકો એ શાળાની વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે, સ્માર્ટ કલાસ રૂમની સાથે આ શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા વિવિધ વિષયોના પેપર સેટ તૈયાર કરી વિદ્યાર્થીઓના વાલીઓને વોટસએપના માધ્યમથી તેની લીંક સેર કરવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેકટર ઉપર કે.બી.સી. જેવી જનરલ નોલેજને લગતી કવીઝ તૈયાર કરી વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું કાર્ય પણ કરવામાં આવી રહયું છે. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે.
જિલ્લા કલેકટરે શાળાના વિદ્યાર્થીઓ – શિક્ષકો સાથે સીધો વાર્તાલાપ કરી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી શિક્ષણને વધુ સુદ્રઢ કેવી રીતે બનાવી શકાય તે માટે માર્ગદર્શન પુરૂ પાડી આ શાળાના શિક્ષક જગદીશભાઈ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીની સાથે શાળામાં ઉપલબ્ધ ૪ એમબીપીએસ નેટવર્ક, કલાસરૂમમાં ઉપલબ્ધ કમ્પ્યુટર – ટીવી સ્ક્રીન અને નાના પુસ્તકાલયની સહિતની શિક્ષણને વેગ આપતી કામગીરીને બિરદાવી હતી. આ તકે શાળાના શિક્ષકઓ દ્વારા શાળાના પટાંગણમાં બનાવવામાં આવેલ નર્સરી, મધ્યાન ભોજન અને આયોજનના વિકાસના કામોની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી.જિલ્લા કલેકટરની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોષી તથા શિક્ષણ વિભાગના અધિકારી – કર્મચારી ઉપસ્થિત રહયાં હતા.

તસવીર:-વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY