મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે હળવદ નજીક રેડ કરીને વિદેશી દારૂની છવ્વીસ બોટલ તેમજ કાર મળીને રૂા.૬.૩૫ લાખની મતા સાથે દલવાડી યુવાનની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે.
એલસીબી પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ હળવદ હોટલ હરિદર્શન પાછળ રાણેકપર જવાના રસ્તા ઉપરથી મારૂતી બ્રેઝા કારમાં દારૂની હેરાફેરી થઇ રહી છે તેવી ચોકકસ બાતમી સ્ટાફના એએસઆઇ હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા પો.કોન્સટેબલ નંદલાલ વરમોરાને મળેલ તે આધારે જીલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સુચનાથી સ્ટાફે હળવદ હોટલ હરિદર્શન પાછળ રાણેકપર જવાના રોડ ઉપરથી નિકળેલી મારૂતી બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એલ ૨૫૭૭ ને અટકાવીને તલાસી લેતા કારમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી કુલ ૨૬ બોટલો કિંમત રૂ.૩૫,૨૨૫ નો જથ્થો મળી આવતા દારૂ તથા બ્રેઝા કાર કિંમત રૂા.છ લાખ એમ કુલ મળીને રૂા.૬,૩૫, ૨૨૫/- ના મુદામાલ સાથે પોલીસે જયેશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા જાતે દલવાડી હાલ રહે. રાણેકપર રોડ, વૃન્દાવનપાર્ક, હળવદ મુળ રહે.સાપકડા તા.હળવદ જી.મોરબીને પકડી પાડી તેની વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ હળવદ પોલીસ મથકે ગુનો નોંધાવેલ છે.
એમ, જી, રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



