શિમલા,તા.૯
હિમાચલ પ્રદેશમાં શિમલા અને કાલકા વચ્ચે ચાલતી જાણીતી ટોય ટ્રેનના એન્જિનમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. સોલન જિલ્લામાં ટ્રેનના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. તે જાતાં ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સ્થાનિક લોકોએ પણ આગ બુઝાવવામાં મદદ કરી હતી. ટ્રેનમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત છે.
વૈશ્વિક ધરોહર જાહેર થઈ ચૂકેલી હિમાલયન ક્વીન યાત્રીઓને કાલકાથી લઈને શિમલા જવા માટે નીકળી હતી. તેની વચ્ચે સોલન જિલ્લાના ધર્મપુર સ્ટેશનથી આગળ વધતાં જ કુમાર હટ્ટી પાસે ટ્રેનના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જાઈને યાત્રીઓ ડરી ગયા હતા, જાકે ડ્રાઈવરની સૂઝબૂઝ અને મોટી સંખ્યામાં પહોંચેલા લોકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો અને મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી.
શિમલા અને કાલકાની વચ્ચે ચાલતી ટોય ટ્રેનમાં ઘટના સમયે લગભગ ૨૦૦ યાત્રીઓ સવાર હતા. આ ઘટના બાદ એન્જિનને બદલવામાં આવ્યું અને યાત્રીઓને ફરી વખત શિમલા પહોંચાડાયા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટસર્કિટ થવાના કારણે ટ્રેનમાં આગ લાગી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





