તે દિવસે તનુશ્રી પીરિયડમાં હશે : ફિલ્મ પ્રોડ્યુસર

0
6

મુંબઈ,તા.૫
હાલમાં જ ચગેલા તનુશ્રી દત્તા અને નાના પાટેકર મામલે બોલીવુડ જગતની હસ્તીઓ તેમના મત આપી રહી છે જેમાં કોઇ નાના પાટેકરની વહારે આવ્યું છે તો ઘણી અભિનેત્રીઓ તનુશ્રીના સપોર્ટમાં આવી છે.
આ મામલે ‘હોર્ન ઓકે’ ફિલ્મના પ્રોડ્યુસર સાથે એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ એજ ફિલ્મ છે જેના ગીતના શૂટિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો. તનુશ્રીએ આરોપ મુકયો હતો કે આ ગીતના શૂટિંગમાં નાના પાટેકરે તેની સાથે અશ્લિલ અડપલા કર્યા હતા જેની ફરિયાદ કરતા ફિલ્મના પ્રોડ્યુસર પણ ચુપ રહ્યા હતા.
સ્ટિંગ ઓપરેશન દરમિયાન ફિલ્મના પ્રોડ્યુસર સામી સિદ્દિકીને બનાવ માટે પૂછાયેલા એક સવાલમાં તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે “મારે આ મામલે સાચું બોલવું જાઇએ. મારુ અનુમાન છે કે તનુશ્રી એ દિવસે પીરિયડમાં હતી. જેથી એ ઇરિટેટ થઇ રહી હતી. સ્પર્શ માત્રથી પણ તેને ગુસ્સો આવી રહ્યો હશે. હકીકતમાં હું પણ જાણતો નથી કે શું બન્યું હતું પરંતુ ત્યાં કંઇ ક તો બન્યું જ હતું.”
સ્ટિંગ ઓપરેશન દરમિયાન જ સામી જણાવે છે કે તનુશ્રી ગુસ્સામાં પોતાની વેનમાં ચાલી ગઇ હતી અને પરત ફરી ન હોતી. મેં તેની સેક્રેટરીને બોલાવીને કહ્યુ હતું કે તે શું નાટક કરી રહી છે. માત્ર બે દિવસનું શૂટિંગ બાકી રહ્યુ છે એના નહી આવવાથી મારે નુકસાની વેઠવી પડશે. ત્યારબાદ મેં તનુશ્રી સાથે પણ વાત કરતા જણાવ્યું હતું કે નાના સિનિયર એક્ટર છે. તમે સેટ પર જાઓ અને શૂટિંગ પૂરૂ કરો. પરંતુ તનુશ્રીએ ના પાડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY