મોરબી,તા.૫
મોરબીના રફાળેશ્વર નજીક અજાણ્યા યુવાનને ચોર સમજી સાત શખ્સોએ તેને ઝાડ સાથે બાંધી લાકડીથી માર મારતા મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આથી મોરબી પોલીસે હત્યાનો ગુનો નોંધી માર મારનાર સાત શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ પડયો હોય તેવી માહિતી તાલુકા પોલીસને મળતા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળ્યા હોય જેથી યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જેમાં મોરબીના રફાળેશ્વર જીઆઈડીસી નજીક આવેલ શિવમ એસ્ટેટ કારખાના પાસે આરોપી અજયકુમાર પાંડુરંગ, રમેશસિંગ શ્રીકુંજ બિહારી, કુંદન દિનબંધુ ભારદ્વાજ, અખિલેશ સંતોષકુમાર પ્રસાદ, વિનોદ મગનભાઈ, કેવલ વિનોદભાઈ અને વિનોદ હરજીવનભાઈએ અજાણ્યા પુરુષને ચોર સમજી ઝાડ સાથે બાંધી લાકડીથી માર મારી ગંભીર ઈજા પહોચાડી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


