દિલ્હીમાં 11ની ‘આત્મહત્યા’, ઉત્તરાખંડમાં બસ ખાબકતા 48નાં મોત, સાત ગમખ્વાર અકસ્માત 26નાં મોત
– પહાડી વિસ્તારોમાં બેફામ વાહનોની અવર જવર, પ્રશાસન અકસ્માત સમયે જ જાગે છે
– ઉત્તરાખંડમાં 45નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત, સારવાર દરમિયાન ત્રણેએ જીવ ગુમાવ્યો 58લોકોને લઇને જતી ખાનગી બસના 10 પ્રવાસી હજુ પણ સારવાર હેઠળ, સ્થિતિ ગંભીર
– મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં અકસ્માતે સાતનો ભોગ લીધો: હરિયાણામાં કાર પલટી ખાતા પાંચનાં મોત, કાશ્મીરમાં કેબ ખાઇમાં ખાબકતાં પાંચનાં મૃત્યુ, રાજસ્થાનમાં દૂર્ઘટનામાં ચારે જીવ ગુમાવ્યા
– મૃતકોના પરિવારને બે લાખની સહાયની ઉત્તરાખંડ સરકારની જાહેરાત
દેશભરમાં આજના દિવસે ગ્રહોની ગણતરી મુજબ વક્રિ અને મંગળે અનેક લોકોનાં ભોગ લીધા. આજના ગોઝારો દિવસે એક બાજુ ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતાં ૪૮ પ્રવાસીના મૃત્યુ થયા હતા તો બીજી બાજુ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં થયેલા વિવિધ સાત અકસ્માતમાં કુલ ૨૬નાં મૃત્યુ થયા હતા. ઉત્તરાખંડમાં વધુ એક ભયાનક અકસ્માત સામે આવ્યો હતો. અહીંના પૌરી જિલ્લામાં એક ઉંડી ખાઇમાં બસ ખાબકતા ૪૮ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ૧૧થી વધુ ઘવાયા હતા. ઘટના સ્થળે જ ૪૫ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણનાં મોત સારવાર દરમિયાન થયા હતા. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે. તપાસ ટીમે જણાવ્યું હતું કે ખાઇ ૨૦૦ મિટર ઉંડી હતી. જેને પગલે મોટા પ્રમાણમાં જાનહાની સર્જાઇ હતી. તાત્કાલીક ધોરણે પોલીસ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જારી કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર રાવતે મૃતકોના પરિવારને બે લાખની સહાયની જાહેરાત કરી હતી સાથે આ સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ દ્વારા તપાસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. જોકે જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં રોડ અને રસ્તા જ ખરાબ હોવાને કારણે આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. જે લોકો ઘવાયા છે તેઓ હજુ પણ ગંભીર સ્થિતિમાં છે અને તેમની સારવાર રુષિકેશ સ્થિત એમ્સમાં ચાલી રહી છે. નવ ઘવાયેલાને હેલિકોપ્ટરની મદદથી હોસ્પિટલ લાવવા પડયા હતા જ્યારે બેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. બસ ૨૦૦ મિટર નીચે ખાઇમાં ખાબકી હોવાથી ઘાયલોને બહુ જ ગંભીર ઇજાઓ પહોંચી છે. મોટા ભાગનાના હાથ-પગ તુટી ગયા છે તો માથામાં પણ ઇજા પહોંચી છે. સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. રેસ્ક્યુ ટીમ દ્વારા મૃતદેહોને ઘટના સ્થળેથી હાસલ કરવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને સોપવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઉત્તરાખંડમાં અકસ્માતનું પ્રમાણ મોટા પાયે વધી રહ્યું છે. અહીં મોટા ભાગના રોડ પહાડી વિસ્તારોમાં છે. જેને પગલે બસ કે કોઇ વાહન કાબુ ગુમાવી દેતા આવા અનેક અકસ્માત સામે આવી ચુક્યા છે. પ્રશાસન દ્વારા પણ આ અકસ્માતોને રોકવા માટે આવા જોખમી રોડ પર વાહનો ન લઇ જવા અંગે કોઇ જ કાર્યવાહી નથી થઇ રહી. આવા અકસ્માતનું એક કારણ પ્રશાસનની બેદરકારી પણ હોવાની સ્થાનિકો દ્વારા ફરીયાદ ઉઠી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે એક ખાનગી બસ આશરે ૫૮ જેટલા પેસેન્જરને લઇને રામનગર તરફ જઇ રહી હતી. બીજી બાજુ ઉત્તરાખંડ સિવાય પણ દેશમાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી હતી. એક જ દિવસમાં દેશભરમાં જુદી જુદી ઘટનાઓમાં ૨૬ના મોત નિપજ્યા હતા. જ્યારે ૨૮થી વધુ ઘવાયા હતા. હરિયાણામાં ફતેહબાદમાં એક જનાવર સાથે કાર અથડાઇ હતી, જે બાદ એક વૃક્ષ સાથે ભટકાઇને વિજળીના થાંભલા સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં પાંચના મોત નિપજ્યા હતા જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર અપાઇ રહી છે. ઉત્તરાખંડ જેવો જ ખાઇમાં વાહન પડવાનો વધુ એક અકસ્માત જમ્મુ કાશ્મીરમાં બહાર આવ્યો હતો. અહીંના બંદિપોરામાં આવેલી એક ખાઇમાં પેસેન્જર કેબ ખાબકી હતી. જેને પગલે આ કારમાં સવાર પાંચ લોકો મોતને ભેટયા હતા જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા છે અને તેમને સારવાર અપાઇ રહી છે. કાશ્મીરમાં જ બીજો અકસ્માત સામે આવ્યો હતો. અહીં બે બાઇકો અથડાતા બે લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના સાંબા જિલ્લામાં સામે આવી હતી. આ કેસમાં પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. આવી જ રીતે રાજસ્થાનમાં એક ટ્રક સાથે બસ અથડાતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે ૧૨ લોકો ઘવાયા હતા. અહીંના જયપુરના ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થઇ રહેલા જયપુર-ન્યૂ દિલ્હી નેશનલ હાઇવે પર એક ટ્રક બંધ હાલતમાં પડયો હતો. જેની સાથે દિલ્હી તરફથી પુર ઝડપે આવી રહેલી એક બસ ટકરાઇ હતી. જેમાં બસ ડ્રાઇવરનું જ મોત નિપજ્યું હતું જ્યારે બાકી પેસેંજર બચી ગયા હતા. પણ ૧૨થી વધુ ઘવાયા હતા અને તેમાંથી ૧૦ને ડિસચાર્જ કરી દેવાયા હતા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બાઇક અને કાર વચ્ચે ટક્કર થતા એકનું મોત નિપજ્યું હતું જ્યારે પાંચ ઘવાયા હતા. દેશમાં છઠ્ઠી જીવલેણ અકસ્માતની ઘટના મહારાષ્ટ્રમાં બની હતી. અહીંના ગઢચીરોલીમાં સાત લોકોના રોડ અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જે ઉત્તરાખંડના અકસ્માત બાદ દેશમાં બીજી સૌથી મોટી અકસ્માતની ઘટના છે. અહીં વહેલી સવારે એક ટેક્સી સાથે મારુતી બલેનો કાર ટકરાતા ઘટના સ્થળે જ સાત લોકોના મોત નિપજ્યા હતા. જે સાત લોકો માર્યા ગયા હતા તેમાં છ લોકો બલેનો કારમાં સવાર હતા જેમાં છ માસનો અને દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે સાતમુ મોત સામેવાળા ટેક્સી ડ્રાઇવરનું થયું હતું. બન્ને વાહનો પુર ઝડપે જઇ રહ્યા હતા જેને પગલે વાહન ચાલકોએ કાબુ ગુમાવી દીધો હતો. જેથી આ અકસ્માત થયો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બલેનો કારમાં સવાર પરિવાર તેલંગણામાં આવેલા કાલેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન માટે જઇ રહ્યા હતા. દરમિયાનમાં રાજસ્થાનમાં સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ચારને ઇજા પહોંચી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



