યુવતી બની રણચંડી : છેડતી કરનાર યુવકની ચપ્પલથી ધોલાઇ કરી

0
100

મોરબી,તા.૨૧
મોરબીમાં એક રોમિયોને યુવતીની છેડતી કરવું ભારે પડયું છે. શહેરના નજરબાગ રેલવે સ્ટેશન નજીક એક રણચંડી યુવતીએ છેડતી કરનારા રોમિયોની ચપ્પલથી ધોલાઈ કરી હતી. યુવતી એટલી વિફરી હતી કે તેણે આસપાસના લોકોની એક પણ વાત સાંભળી નહોતી અને કોલર પકડીને રોમિયોને ચપ્પલથી ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સમગ્ર પંથકમાં સોશિયલ મીડિયા પર વૉટ્સએપના માધ્યમથી વાઇરલ થઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોમિયો રોજ રોજ નજીકમાં આવેલી કૉલેજમાં અભ્યાસઅર્થે જતી યુવતીની પાછળ પાછળ આવતો હતો. આ ઘટનાથી ડઘાઈ ગયેલી યુવતી આજે રણચંડી બની હતી.
યુવતીએ રોમિયોની બોચી જાલીને અને ચપ્પલથી ફટકારતા કહ્યું હતું કે ‘કોઈની મા-બેન સામે જોઈશ બોલ?, માફી માંગ કહી કહી રોમિયોની ચપ્પલથી ધોલાઈ કરી હતી.
સ્થાનિકોએ યુવકને યુવતીની માફી માંગવા કહ્યું હતું. આસપાસ એકઠાં થયેલા વડીલો ‘દીકરી જવા દે, દીકરી છોડી દે’, કહેતા સાંભળવા મળ્યા હતા પરંતુ મર્દાનીએ રોમિયોને પાઠ ભણાવવાનું નક્કી કર્યુ હોય એમ તેણે કોઈની એક પણ વાત સાંભળી નહોતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY