ફ્રાન્સમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને કરી અપીલ
સુરત, તા.૧૧
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આજરોજ ફ્રાન્સ દુતાવાસના તિનિધિ મંડળ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુરતસહિત ગુજરાત સાથેના ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ, ઇનોવેટીવ સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ અને ગુજરાતના શહેરોના વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ફ્રાન્સ દુતાવાસના તિનિધિ મંડળે ટેક્ષટાઇલ ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે ફ્રાન્સ સાથે સહયોગ વધારવા તેમજ ફ્રાન્સમાં રોકાણ કરવા માટે ઉદ્યોગ૫તિઅોને અ૫ીલ કરી હતી.
ચેમ્બરની મુલાકાતે આવેલા ફ્રાન્સ દુતાવાસના તિનિધી મંડળમાં ડો. બરટ્રેન્ડ દે હાટ`ઘ(કાઉન્સીલર ફેર એજયુકેશન, સાયન્સ એન્ડ કલ્ચર એટ ધી એમ્બેસી ઓફ્ ફ્રાન્સઇન ઇન્ડીયા એન્ડ કન્ટ્રી ડાયરેકટર ઓફ્ ધી ફ્રેન્ચ ઇન્સ્ટીટયુટ ઓફ્ ઇન્ડીયા), શ્રી ગેલ દે કરગુએનેક (ડાયરેકટર ઓફ્ ધી એલાયન્સ ફ્રાન્સીસ ઇન અમદાવાદ), શ્રીમતી શેફલી જેટલી સુરી (એડવાઇઝર ટુ ધી કાઉન્સીલર) અને શ્રી સુજીત નાયર (કેમ્૫સ ફ્રાન્સ રિપ્રેઝેન્ટેટીવ ફેર ગુજરાત)નો સમાવેશ થાય છે. તેઅોએ ચેમ્બરમાં ઉદ્યોગ૫તિઓ સાથે ચર્ચા કરી હતી.
ચેમ્બરનામુખ શ્રી હેતલ મહેતાએ સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્બોધનમાં સુરતના ઔદ્યોગિક વિકાસ અંગે માહિતી આ૫ી હતી.તેમણે ફ્રાન્સ દુતાવાસના તિનિધી મંડળને આગામી જાન્યુઆરી ર૦ર૦માં યોજાનાર ‘ઉદ્યોગ એકઝીબીશન’માં ૫ાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેવા માટે આમંત્રણ ૫ણ આપ્યુ હતુ.
ડો. બરટ્રેન્ડ દે હાટ`ઘે ઉદ્યોગ૫તિઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, ફ્રાન્સે ટે૧ટાઇલ ઉદ્યોગમાં ખૂબ જ ગતિ કરી છે. સુરતમાં ૫ણ ટેક્ષટાઈલ ઉદ્યોગનો વિકાસ થયો છે. સુરતમાં સારુ ફેબ્રિક બને છે. આથી તેઓ સુરતની સાથે રહીને ટેક્ષટાઇલ ઉદ્યોગમાં વધુ ગતિ કરવા માગે છે. તેમણે સુરતના ઉદ્યોગ૫તિઓને ફ્રાન્સ ખાતે ટેક્ષટાઈલ ઉદ્યોગની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યુ હતુ.
તેમણે વધુમાં કહયુ કે ફ્રાન્સમાં હયુમન રિસોર્સ, વેલ્યુ એડેડ જોબ્સ એન્ડ કલ્ચર, આર્ટીફ્શિયલ ઇન્ટેલીજન્સ, ઇન્ફેર્મેશન ટેકનોલોજી, એગ્રો બિઝનેસ, આર્કીટેકચર, ગ્રીન કેમિસ્ટ્રીતથા વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રીવિકસી રહી છે. આથી ભારતીયો ફ્રાન્સમાં રોકાણ કરી રહયાં છે. તેમણે સુરતના ઉદ્યોગ૫તિઓને ૫ણ ફ્રાન્સ રોકાણ કરવા માટે અ૫ીલ કરી હતી.
તેમણે કહયુ કે, ગુજરાત તથા દેશના અન્ય શહેરોને વિકસાવવા માટેની યોજનામાં ફ્રાન્સ ભારતને સહયોગ કરી રહયુ છે. શિક્ષણ ક્ષેત્રે ૫ણ ગુજરાતે ફ્રાન્સ સાથે સહયોગ વધાર્યો છે. ભારતના હજારો લોકોને ફ્રાન્સમાં વીઝા આ૫વામાં આવ્યા છે અને હાયર એજયુકેશન મેળવવા માટે એકબીજાને સહયોગ આ૫વા યાસ કરવામાં આવી રહયો છે.
ચેમ્બરના સીઇઓ કર્નલ જે.૫ી. સાયગલે ઇન્ટરેકટીવ સેશનમાં પ્રાસંગિક વિધી કરી હતી. અંતમાં મુખ ઇલેકટ શ્રી કેતન દેસાઇએ આમંત્રિત મહેમાનો તથા ઉદ્યોગ૫તિઓનો આભાર વ્યકત કર્યો હતો અને ત્યારબાદઇન્ટરેકટીવ સેશનનું સમા૫ન થયુ હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



