વિધિની વક્રતા : બાઇક ટ્રેલર સાથે અથડાતા સાળા-બનેવીના કરૂણ મોત

0
8

મોરબી,તા.૨૩
ઓરિસ્સાનાં વતની અને પીપળી રોડ પર આવેલા બ્લુઝોન સીરામીકમાં કામ કરતા પ્રદીપભાઈ પઢીયારની લગ્નની પહેલી વર્ષગાંઠ હોવાથી રવિવારે ખરીદી માટે શાંતિવન સોસાયટીમાં રહેતી તેની બહેનનાં ઘરે આવ્યો હતો. અહીંથી પ્રદીપ અને તેના બનેવી હેમંતભાઈ સાહુ ખરીદી કરવા નીકળ્યા હતા. જો કે હેંમતભાઈને ફેક્ટરીમાં કામ હોવાથી જીજે ૩૬ ઇ ૫૪૯૫ નંબરનું બાઈક લઈ તેઓ પહેલા ઢુંવા ગયા હતા. ફેક્ટરીમાં પોતાનું કામ પતાવી ઘર પરત ફરી રહ્યા હતા. બંને બાઈક પર લાલપર તરફથી આવતા હતા તે દરમિયાન જીજે ૧૨ બી ડબ્લ્યુ ૫૮૪૮ નંબરના ટ્રેલરે અચાનક વળાંક મારતા યુવકે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આથી બંને સાળા-બનેવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાઈનાં લગ્નની વર્ષગાંઠ હોવાથી પતિ અને સંતાન સાથે બહેન ભાઈના ઘરે જવા તૈયારી કરી રહી હતી. ખરીદી માટે પતિ અને ભાઈ સાથે નીકળ્યા હતા. એક દુર્ઘટનાએ પતિ અને ભાઈ બંનેને છીનવી લેતા બહેન ભાંગી પડી હતી. મૃતક હેમંત કુમારને સંતાનમાં ૧૦ વર્ષ અને ૩ વર્ષના બે દીકરા છે. ઘટનાથી બંનેએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY