માતાથી વિખૂટા પડેલા એક માસના સિંહબાળનું સારવાર બાદ મોત

0
23

ખાંભા,તા.૨૩
તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાંથી ૧ માસનું સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. તેને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આજે ૫ દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વન વિભાગ સિંહણને શોધવામાં નિષ્ફળ ગયું છે.
ખડાધાર રેવન્યુ વિસ્તારમાં ૫ દિવસ પહેલા સિંહબાળ માતાથી વિખૂટું પડી ગયું હતું. બાદમાં સ્થાનિક વનવિભાગ દ્વારા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું. સિંહબાળ જ્યારથી માતાથી વિખૂટું પડતા માતા સિંહણના વિરહમાં નબળું પડતું જતું હતું અને તેના કારણે જ મોતને ભેટયું હતું. બીજી તરફ સિંહબાળ માતાથી વિખૂટું પડયા બાદ આજ દિન સુધી સિંહબાળની માતા સાથે મિલન કરાવવામાં સ્થાનિક વનતંત્ર નિષ્ફળ ગયું છે. આ ઘટના અંગે એસીએફ નિકુંજ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થતા સિંહબાળનું મોત થયાનું સ્વીકાર્યું હતું અને જણાવ્યું હતું કે સિંહબાળનું જસાધાર ખાતે વેટરનરી ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનામાં વધારે પડતી નબળાઈ આવી જવાથી આજે તે મોતને ભેટયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY