મોરબી,તા.૧૮
મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં રાધે પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગ એટલી બધી ફેલાઈ ગઈ કે આગામાં અશોક ભાઈ નામના મકાન માલિક જીવતા ભૂંજાઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગેડનો બ્રાઉઝર આગ ઓલાવવા માટે પાણી ફેંકી શક્યો નહોતો અને બીજો બમ્બો આવે તે પહેલાં મકાન માલિક અશોકભાઈ વલ્લભભાઇ ભગીરથ ઘરમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.
આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ બનાવ બાદ સ્થાનિકોનો ફાયર વિભાગ પર આક્ષેપ હતો કે ફાયર સાધનો ચાલતા ન હોવાનના કારણે અશોકભાઇનું મોત નીપજ્યું. ઘટના બાદમાં મૃતક અશોકભાઈના પાર્થિવ દેહને પીએમ અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


