કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણય પર ક્યારેય શંકા જ નહોતી : રશિયા

0
5

મૉસ્કો,તા.૧૭
કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને ભારતને દુનિયાભરના અનેક દેશોનો જબ્બર સમર્થન મળી રહ્યું છે. એક તરફ પાકિસ્તાનનું તકવાદી મિત્ર ચીન આ મામલે યુએનમાં ઉંબાડીયા કરી રહ્યું છે જ્યારે બીજી બાજુ ભારતના પારંપરિક મિત્ર રશિયાએ ખુલીને સમર્થન કર્યું છે.
દુનિયાના શક્તિશાળી દેશ રશિયાના રાજદૂતે ભારતનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું હતું કે, અમને ભારતના આ નિર્ણય પર ક્યારેય શંકા જ નહોતી. રશિયાના રાજદૂતે સ્પષ્ટ કર્યું હતું કે, આ ભારતની આંતરીક બાબત છે અને તે ભારતના બંધારણને અંતર્ગત આવે છે.
ભારતમાં રશિયાના રાજદૂત નિકોલ કુદશેવએ જમ્મુ-કાશ્મીરમાંથી ભારત દ્વારા હટાવવામાં આવેલી વિવાદાસ્પદ કલમ ૩૭૦ને લઈને ખુલીને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે વિદેશી રાજદૂતો દ્વારા કાશ્મીરની મુલાકાતને લઈની કહ્યું હતું કે, મને નથી લાગતુ કે કાશ્મીરની સ્થિતિની જાણકારી મેળવવા માટે મારે ત્યાં જવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીર પરનો ભારતનો નિર્ણય તેની આંતરીક બાબત છે. આ બાબત ભારતના બંધારણ અંતર્ગત આવે છે અને તેના આધારે જ નિર્ણય થવો જોઈએ.
થોડા દિવસ પહેલા જ વિદેશી રાજદૂતોએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ મામલે પુછવામાં આવતા કુશદેવે કહ્યું હતું કે, જેમને કાશ્મીરની સ્થિતિની ચિંતા છે અને જેમને કાશ્મીરની પરિસ્થિતિઓને લઈને શંકા છે, તે ત્યાં જઈને જાતે જ સ્થિતિની જાણકારી મેળવી શકે છે. જો તે કાશ્મીર જવા ઈચ્છતા હોય તો જઈ શકે છે. અમે જમ્મુ-કાશ્મીરને લઈને ક્યારેય આ પ્રકારની શંકા રાખી જ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY