ભરૂચ જિલ્લાના મુલદ ગામ નજીક ટ્રકની અડફેટે મોટરસાયકલ સવારનું મોત

0
69

ભરૂચ,
ભરૂચ ના મુલદ ગામ નજીક એક ટ્રક ચાલકે ગામનાજ મોટર સાયકલ સવાર યુવાનને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ મુલદ ગામ પાસે ગતમોડી સાંજના સમયે મુલદ ના પોળ ફળિયામાં રહેતો હિરેન અમર સિંહ વસાવા ઉંમર વર્ષ ૨૦નાઓને પોતાની મોટરસાયકલ લઈને ગામની છોકરીને લઈને દવાખાને ગયો હતો અને ત્યારે મુલદ ચોકડી પાસે એમના મિત્રો જોડે ઉભો હતો તે દરમ્યાન એક ટ્રક ચાલકે હિરેન ને અડફેટે લેતા તેના શરીરે ગંભીર ઈજાઓ થતા તેની કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જોકે ગ્રામજનોએ અને સ્થાનિકો દ્રારા મળેલ માહિતી મુજબ અકસ્માત કરનાર ટ્રક ચાલક નામે મહેશ મંગા વસાવાએ જાણી જોઈને હિરેન પર પોતાની ટ્રક ચઢાવી દીધી હોવાનું જાણવા મળેલ હતું. કારણે કે હિરેન જે છોકરીને લઈને ઉભો હતો તે છોકરીના મામાએ મહેશ દ્રારા રિષ રાખી આ અકસ્માત કરી હિરેનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વાત હિરેનના પીતા અમરસિંહ વસાવાએ મીડિયાને જણાવી ટ્રક ચાલાક પર ૩૦૨ ની કલમ લગાવવાની માંગ કરી હતી.

બનાવની જાણ થતાંજ ઝઘડિયા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે લાશનો કબ્જો મેળવી મૃતકને ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY