અોછા મૂડીરોકાણથી સૌથી વધુ રોજગારી આપતું MSME સેક્ટર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે : કેન્દ્રીય મંત્રી ચૌધરી

0
18

કેન્દ્રીયમંત્રી સી.આર. ચૌધરીના અધ્યક્ષ સ્થાને એમ.એસ.એમ.ઈ. સપોર્ટ અને આઉટરીય કાર્યક્રમ યોજાયો
સુરત, તા.૩

કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી સી.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે બેક ઓફ બરોડા અને દૈના બેંક દ્વારા એમ.એસ.એમ.ઈ. સપોર્ટ અને આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્જીસ્ઈ સપોર્ટ એન્ડ આઉટરીચ વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.
એમ.એસ.એમ.ઈ. સપોર્ટ એન્ડ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા લાઈવ ટેલિકાસ્ટને કેન્દ્રીય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું. નાના, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને ત્વરિત અને સરળતાથી રૂ.૧ કરોડ સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં ઓનલાઇન મેળવી શકાશે. આ પોર્ટલ દ્વારા રોકડ પ્રાપ્તિ, લઘુ અને મધ્યમન ઉદ્યોગો માટે કાનૂનનું અનુપાલન સરળતાથી થાય તેમજ કર્મચારીઓને સામાજિક સુરક્ષાના લાભ અંગેની વીમા યોજનાઓને પણ આવરી લેવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રીશ્રી સી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં સ્જીસ્ઈ સેક્ટરનું મહત્વનું પ્રદાન છે. ઓછા મૂડીરોકાણથી સૌથી વધુ રોજગારી આપતું આ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. દેશના ૫ કરોડ સ્જીસ્ઈથી ૧૭ કરોડ લોકોને રોજગારી આપીને સ્વનિર્ભર બનાવતા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગો એ દેશના જી.ડી.પી.નો ૮ ટકા હિસ્સો ધરાવે છે એમ જણાવી તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્જીસ્ઈ સેક્ટરની કાયાપલટ થઇ હોવાનું ગૌરવભેર જણાવ્યું હતું.
શ્રી ચૌધરીએ સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ, મુદ્રા યોજના જેવી યોજનાઓનો ચિતાર આપી આ યોજનાઓએ દેશની યુવા શક્તિની ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરવામાં સિંહફાળો આપ્યો છે એમ જણાવતા ઉમેર્યું કે, મુદ્રા યોજના દ્વારા ૭.૫૦ કરોડ રોજગારવાંચ્છું યુવાનોએ સ્વનિર્ભર બનાવ્યા છે, જ્યારે સ્ટાર્ટ અપ યોજનાનો લાભ લઇ ૩૦ હજાર નવા ઉદ્યોગ સાહસિકોએ ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગની સફળતા માટે મુલ્ય વૃદ્ધિ, ઉત્પાદકતા, લોજીસ્ટીક તેમજ સ્કીલ ડેવલપમેન્ટનું આગવું મહત્વ છે. દેશનો યુવાન કૌશલ્યસભર બને તે હેતુથી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ૩૦ લાખ નાગરિકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જે પૈકી ૮ લાખ તાલીમાર્થીઓ નોકરી પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત ૩૧ લાખ નાગરિકો સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ મેળવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. સ્જીસ્ઈ નવા ભારતના નિર્માણમાં આગવી ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
બેન્કના અધિકારીઓએ ઉદ્યોગકારોને લોન પ્રક્રિયા સહિતની સુવિધા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ બેંકના સ્ટોલ દ્વારા ઉપસ્થિત લોકોએ પોર્ટલ તેમજ વિવિધ યોજનાઓ અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે મેયરશ્રી ડા. જગદીશ પટેલ, સાંસદ શ્રીમતી દર્શના જરદોશ, ધારાસભ્યશ્રી વિવેક પટેલ, ધારાસભ્યશ્રીમતિ સગીતાબેન પાટીલ, બેંક ઓફ બરોડના રીજીનલ હેડશ્રી સેલવારાજુ, દેના બેંકના ઈ.ડી. રાજેશ યદુવંશી, જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, લીડ બેંક મેનેજરશ્રી રસીકભાઈ જેઠવા સહિત મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગકારો, યુવા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY