મુજફ્ફરપુરમાં વધુ એક શેલ્ટર હોમ વિવાદમાં : ૧૧ મહિલાઓ ગાયબ !

0
223

આરજેડી સાંસદોએ સંસદ પરિસરમાં આકરી કાર્યવાહીની માંગ કરી
પટણા,તા.૩૧
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમની સીબીઆઈ તપાસની સાથે જ મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુરની મુશ્કેલીઓ વધતી દેખાય રહી છે. શેલ્ટર હોમમાં છોકરીઓની સાથે કરાયેલ હેવાનિયતની તપાસ માટે કેન્દ્રીય એજન્સીએ કેસ દાખલ પણ કરી લીધો છે. આ બધાની વચ્ચે બ્રિજેશ ઠાકુરના બીજા એક આશ્રય ગૃહમાંથી ૧૧ મહિલાઓ ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પણ બ્રિજેશની વિરૂદ્ધ હવે કેસ નોંધાયો છે. બીજીબાજુ આ મુદ્દાને લઇ રાજકારણ ગરમાયું છે. મંગળવારના રોજ આરજેડી સાંસદોએ સંસદ પરિસરમાં આ કેસની વિરૂદ્ધ પોતાનો વિરોધ નોંધાવતા દોષિતો પર આકરી કાર્યવાહીની માંગણી કરી.
શેલ્ટર હોમની છોકરીઓ સાથે દુષ્કર્મના કેસમાં સીબીઆઈ એ બાલિકા ગૃહ સાહ રોડના અધિકારીઓ અને કર્મચારીઓને આરોપી બનાવ્યા છે. આરોપ છે કે શેલ્ટર હોમમાં રહેતી છોકરીઓનું શારીરિક, માનસિક અને યૌન શોષણ કરાયું હતું.
અત્યાર સુધીની મેડિકલ તપાસમાં કમ સે કમ ૩૪ છોકરીઓની સાથે દુષ્કર્મની પુષ્ટિ થઇ છે. કેટલીક પીડિતાઓએ કોર્ટને કહ્યું કે તેમને નશીલા પદાર્થ અપાતા હતા અને મારપીટ કરાતી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચરતા હતા. કેટલીય છોકરીઓને પેટમાં દુખવાના ફરિયાદ થતી રહેતી હતી. કેટલીક છોકરીઓ પોતાને સવારે ઉઠતા નિર્વસ્ત્ર જોતા હતા. એક સગીર બાળકીએ પોલીસને કહ્યું કે તેમને રાત્રે જમ્યા બાદ સફેદ અને ગુલાબી ગોળીઓ અપાતી હતી, જે ખાઇને તેઓ સૂઇ જતા હતા.
કેસની એફઆઇઆર લખાયાના બે મહિના પછી ડાકટરોની એક ટીમે અહીં પહોંચી દરેક રૂમની તપાસ કરી હતી. ટીમ એ ત્યાં ઉપયોગ કરાયેલ ૬૩ દવાઓ અને ડ્રગ્સના રેપર્સની એક યાદી બનાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેલ્ટર હોમમાંથી બાળકીઓના કપડાં અને કોમ્પ્યુટર જપ્ત કરાયા છે. આ કેસ ખુલ્યા બાદથી જ બિહારનું રાજકારણ ગરમાયું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY