
ઓનલાઈન શોપિંગ કરનારાઓને આંચકો લાગે તેવી ઘટના
બેઈજિંગ,તા.૧૮
ઓનલાઈન શોપિંગ કરનારાઓને આંચકો લાગે તેવી એક ઘટનામાં હેલ્થ સપ્લીમેન્ટ ઓર્ડર કરનાર એક મહિલાએ જ્યારે પાર્સલ ખોલ્યુ ત્યારે તેમાંથી મગરનુ મરેલુ બચ્ચુ નીકળ્યુ હતુ.
મળતી વિગતો પ્રમાણે ચીનના જેજિયાંગ પ્રાંતના સુચાંગ નામના શહેરમાં ઝાંઘ નામની એક મહિલાએ ઓનલાઈન ઓર્ડર આપ્યા બાદ તેને પાર્સલમાં ચાર ડબ્બા મોકલવામાં આવ્યા હતા.આ પૈકીનો એક ડબ્બો જ્યારે તેણે ખોલ્યો ત્યારે તેમાંથી મરેલો મગરમચ્છ અને ગરોળી નીકળતા તેના હોશ ઉડી ગયા હતા.
એ પછી તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે પેકેટને કબ્જામાં લીધુ હતુ. તપાસમાં પોલીસને ખબર પડી હતી કે કુરિયર કંપનીએ મગરમચ્છ અને ગરોળીને ખોટા એડ્રેસ પર ડિલિવર કર્યુ છે. તેમને બીજા એડ્રેસ પર મોકલવાના હતા અને તે પણ જીવતા. જોકે ડિલિવરી મોડી થતા તેમના મોત થઈ ગયા હતા.
ચીનમાં મગરમચ્છના ઉછેરને કાયદેસરની માન્યતા મળી છે. તેનો ખાવા માટે પણ ઉપયોગ થાય છે.માટે તેના વેચાણની પણ છૂટ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


