નાગરિકતા પર રાજનીતિ શરુ,પં.બંગાળના ભાજપ અધ્યક્ષે કહ્યું
ગેરકાયદે બાંગ્લાદેશીઓ જવા માંગતા ના હોય તો ગોળી મારી દેવી જોઈએ : રાજાસિંહ
ન્યુ દિલ્હી,તા.૩૧
આસામમાં નાગરિકતાના પૂરાવા તરીકે માન્ય રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(એનઆરસી)નો ડ્રાફ્ટ સોમવારે બહાર પાડવામાં આવ્યો છે. તેની સાથે જ એનઆરસી પર રાજકારણ શરુ થઈ ગયુ છે.
આસામની ભાજપ સરકારે આ રજિસ્ટર તૈયાર કર્યુ છે. એ પછી પશ્ચિમ બંગાળ ભાજપે એલાન કર્યુ છે કે જા ભાજપની સરકાર આવી તો પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારે રજિસ્ટર તૈયાર કરાશે અને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કઢાશે.
બંગાળ ભાજપા અધ્યક્ષ દિલિપ ઘોષએ કહ્યું છે કે જો અમારી પાર્ટીની સરકાર આવશે તો પશ્ચિમ બંગાળમાં રહેતા ૧ કરોડ બાંગ્લાદેશીઓમાંથી એક પણને છોડવામાં નહી આવે.ઘોષે કહ્યું હતું કે જે લોકો તેમનુ સમર્થન કરે છે તેમણે પણ બિસ્તરા પોટલા બાંધીને દેશમાંથી બહાર જવા માટે તૈયાર રહેવુ પડશે.
એના પહેલા હૈદ્રાબાદના ભાજપના ધારાસભ્ય રાજા સિંહે બાંગ્લાદેશીઓ પર ભડકાઉ બયાન આપતા કહ્યું છે કે જો ગેરકાયદે બાંગ્લાદેશીઓ આ દેશમાંથી જવા માંગતા ના હોય તો તેમને ગોળી મારી દેવી જાઈએ.
ઉલ્લેખનીય છે કે આસામમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરમાં ૪૦ લાખ લોકોન નામ નથી.તેમને ગેરકાયદે ગણવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



