બે વખત બેઠકની તારીખ નક્કી થઇ પણ હજુ બેઠક મળી નથી.
તાલુકા પંચાયત પ્રમુખ
મુળી તાલુકામાં આયોજન થકી મોટા ભાગનાં ગામોમાં પ્રાથમિક સુવિધાને લગતા કામો મંજુર કરાયા છે પરંતુ જીલ્લા પંચાયતની આયોજન ની બેઠક બે વખત તારીખ જાહેર થયા બાદ રદ થતા એક કરોડથી વધુનાં કામો અટકયા છે ત્યારે તંત્ર દ્વારા બેઠક બોલાવી કામો શરૂ કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી મૂળી તાલુકામાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મૂળી તાલુકા પંચાયત દ્વારા આયોજન થકી મૂળીનાં તમામ ગામોને ધ્યાનમાં રાખી પીવાનાં પાણીની લાઇનનાં કામો ભુર્ગભગટરનાં કામો અને અન્ય પ્રાથમિક સુવિધાને લગતા કામો નું અંદાજે ૧ કરોડથી વધારે નાં વિકાસલક્ષી કામો કરવાનુ આયોજન થયુ છે પરંતુ જીલ્લા પંચાયત દ્વારા છેલ્લા એક મહીનાંમાં બે વખત તારીખ જાહેર કરાયા બાદ બેઠક રદ કરવામાં આવતા વિકાસનાં કામોમાં બ્રેક લાગી ગઇ છે અને તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવી કામો શરૂ કરાવાય તેવી સરપંચો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે
આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ અનિરુદ્ધસિંહ પરમારે જણાવ્યું હતુકે મૂળી તાલુકામાં એક કરોડથી વધુનાં વિકાસલક્ષી કામોનું આયોજન કરાયુ છે પરંતુ જીલ્લા પંચાયતમાં આયોજન ની બેઠક ન મળતા હાલ કામો ખોરંભે ચડ્યાં છે અને જવાબદાર તંત્ર દ્વારા બેઠક બોલાવી કામો શરૂ કરાય તેવી અમારી માંગ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


