મૂળી મેઇન બજારમાં આવેલ પશુ દવાખાનાં મા છેલ્લા કેટલાક દિવસોથી પશુ ડોક્ટર ન હોવાથી અને ઇન્ચાર્જરાજ હોવાથી પશુ પાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા નિયમીત ડોક્ટર મુકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
મૂળી તાલુકામા દિવસે ને દિવસે સુવિધાઓમાં વધારાને બદલે જાણે ધટાડો થતો હોય તેમ લાગી રહ્યું છે કારણકે હાલમાં પશુઓને રસીકરણ આગામી સમયમાં ચોમાસામાં ગળસુંઢા જેવા રોગથી રક્ષણ મળે તે માટે પશુપાલકો તૈયારી કરતા હોયછે જયારે સરકાર પણ પશુપાલકોને વિવિધ સેવાઓ પુરી પાડતી હોવાની મોટી મોટી વાતો કરે છે ત્યારે મૂળીમાં આવેલ પશુ દવાખાનામાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ડોક્ટર ન હોવાથી ઇન્ચાર્જરાજ હોવાનાં કારણે પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહીછે અને ગ્રામ્યવિસ્તારમાંથી આવતા લોકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યોછે ત્યારે તંત્ર દ્વારા કાયમી ડોક્ટર મુકવામાં આવે તેવી સ્થાનિકો અને પશુ પાલકો માંગ કરી રહ્યા છે.
આ અંગે પશુપાલકો નિર્મળસિંહ મનુભા દેવાભાઇ રબારી સહિતનાંઓએ હતુકે મૂળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુ ચિકિત્સક ન હોવાથી યોગ્ય માહીતી નથી મળી શકતી અને દવાખાનુ પણ બંધ હોવાથી ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારેજવાબદાર તંત્ર દ્વારા કાયમી ડોક્ટર મુકવામાં આવેતવી અમારી માંગ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



