મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની માહિતીથી અફરાતફરી મચી

0
5

મહિલા માનસિક અસ્થિર હોવાનું જણાતા એક કલાકના ડીલ બાદ ફ્લાઈટ ટેક ઓફ થઈ
મુંબઈ,તા.૧૫
ઇન્ડિગોની મુંબઈથી વાયા દિલ્હી થઈ લખનઉ જતી ફ્લાઈટમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી મળતા ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની બાતમીને પગલે શનિવારે વહેલી સવારની ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલા જ રોકવામાં આવી હતી. સૂત્રોના મતે બોમ્બ હોવાની માહિતીને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BATC)એ ગંભીરતા પૂર્વક લીધી હતી. વીમાનને તાત્કાલિક ખાલી કરાવીને સલામત સ્થળે લઈ જવાયું હતું. જા કે ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ વિમાનને સુરક્ષિત જાહેર કર્યું હતું.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ ઇન્ડિગોની ફ્લાઈટ ૬ઈ ૩૬૧૨ સવારે ૬.૦૫ના ટેક ઓફ થાય તે અગાઉ અન્ય ફ્લાઈટમાં મુસાફરી કરનાર એક મહિલાએ ઇન્ડિગોના ચેક-ઈન કાઉન્ટર પર આવીને ફ્લાઈટમાં બોમ્બ હોવાનું જણાવ્યું હતું. જા કે આ ફ્લાઈટમાં કેટલા મુસાફરો હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. એરપોર્ટના સૂત્રોના મતે ‘ગો એરની ફ્લાઈટ ય્૮ ૩૨૯થી દિલ્હી જતી એક મહિલાએ ટર્મિનલ ૧ પર ઇન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાનું જણાવ્યું હતું.’ સૂત્રોના મતે મહિલાએ કેટલાક લોકોની તસવીરો પણ બતાવી હતી અને દાવો કર્યો કે આ લોકો દેશ માટે ખતરો છે. ત્યારબાદ સીઆઈએસએફે મહિલાની પૂછપરછ કરવા એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. લગભગ એક કલાકના વિલંબ બાદ ઇન્ડિગો ફ્લાઈટને ટેક ઓફ કરાવવામાં આવી હતી.
આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહતી. બાદમાં જાણ થઈ હતી કે બોમ્બની માહિતી આપનાર મહિલા માનસિક રીતે અસ્થિર હોવાથી તેણે આમ કર્યું હતું. એક કલાકના વિલંબ બાદ ઇન્ડિગોની ફ્લાઈટ રવાના થઈ હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY