મુંબઈ,તા.૩
રણવીર સિંહ પાંચ વર્ષ પહેલા એક કોન્ડોમ બ્રાન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો, અહેવાલ છે કે હવે તે આ એન્ડોર્સ કરતો જોવા નહીં મળે. ફોર્બ્સ ઇન્ડિયાના લેટેસ્ટ અહેવાલ અનુસાર રણવીરનો કોન્ટ્રાક્ટ કંપની સાથે ખત્મ થઈ ગયો છે અને તેને રિન્યૂ કરવાની કોઈ યોજના નથી. ચર્ચા છે કે રિન્યૂ ન કરવા પાછળનું કારણ તેની ફી અથવા તેના લગ્ન છે.
વિતેલા વર્ષે નવેમ્બરમાં રણવીર સિંહે પોતાની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા હતા. કંપનીએ બન્નેને અભિનંદન આપતા ટ્વિટ પણ કર્યું હતું.
જ્યારે રણવીર સિંહે કોન્ડોમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની પસંદગી કરી હતી ત્યારે બધા ચોંકી ગયા હતા. આમ કરનાર તે પ્રથમ હિન્દી મેનસ્ટ્રીમ એક્ટર હતા. અહેવાલ અનુસાર રણવીરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ કંપનીને ભારતમાં ઘણો ફાયદો થયો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


