મુંબઈ,તા.૩૧
બોલિવૂડ આર્ટ ડિરેક્ટર અને ‘કલંક’ ફેમ ડિરેક્ટર અભિષેક વર્મનના પિતા આર વર્મનનું ૩૦ જુલાઈના રોજ રાત્રે સાડા બાર વાગ્યે મૃત્યુ થયું છે. ૭૨ વર્ષીય આર્ટ ડિરેક્ટર ઘણા સમયથી બીમાર હતા. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. કરણ જોહર, વરુણ ધવન, અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, ડિરેક્ટર શશાંક ખૈતાન સહિત અનેક સેલેબ્સ પરિવારને શાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.
આર વર્મન એટલે કે રત્ન વર્મન શેટ્ટીએ પબ્લિસિટી ડિઝાઈનર અને સિને એડવર્ટાઇઝિંગ ફર્મ શરૂ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટના વિદ્યાર્થી હતા. સ્ટડી પૂરું કરીને તેમણે ખુદની પબ્લિસિટી ડિઝાઇનિંગ અને સિને એડવર્ટાઇઝિંગની કંપની શરૂ કરી. તે સમયે એક્ટર દેવ આનંદ તેમના મોટા ચાહક હતા. તેઓ ‘જ્વેલ થીફ’ અને ‘ગાઈડ’ જેવી ફિલ્મોનો હિસ્સો રહ્યા હતા.
પબ્લિસિટી ડિઝાઈનર તરીકે કામ કરતાં-કરતાં તેમને આર્ટ ડિરેક્શનમાં પણ રસ પડયો. તેમણે જાણીતા આર્ટ ડિરેક્ટર સુધેન્દુ રોયને થોડા સમય આસિસ્ટ પણ કર્યા હતા. ત્યારબાદ ૧૯૭૫થી તેમણે ખુદ આ કામ શરૂ કરી દીધું અને ૩૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું. આ લિસ્ટમાં ‘બેતાબ’, ‘ખૂન ભરી માંગ’, ‘થાનેદાર’, ‘હમ, ખિલાડી’, ‘અંદાજ અપના અપના’, ‘કરન-અર્જુન’, ‘કહો ના પ્યાર હૈ’, ‘એતરાઝ’, ‘૩૬ ચાઈના ટાઉન’ વગેરે ફિલ્મો સામેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


