મુંબઈ,તા.૨૭
ભારતીય શેર બજાર સતત ત્રીજા દિવસે વધીને બંધ આવ્યા છે. આરબીઆઈ દ્વારા સરકારને ૧.૭૬ લાખ કરોડનું ફંડ આપવાની જાહેરાત બાદ ભારતીય માર્કેટને સપોર્ટ મળ્યો છે. કરોબારના અંતે સેન્સેક્સ ૧૪૭.૧૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૩૭,૬૪૧ નજીક જ્યારે નિફ્ટી ૫૦ સૂચકાંક ૪૭.૫૦ પોઈન્ટ વધીને એટલે કે ૦.૪૩ ટકા ઉછળીને ૧૧,૧૦૫.૩૫ના લેવલે સેટલ થયા છે.
મિડકેપ અને સ્મોલકેપની વાત કરીએ તો શેરોમાં આજે તેજી જોવા મળી છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૫૩ ટકા વધીને ૧૩,૪૭૯ નજીક જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૩ ટકા વધીને ૧૨,૫૮૮ને પાર બંધ આવ્યા છે. આ સિવાય બેંક નિફ્ટીમાં પણ આજે તેજી જોવા મળી છે. સૂચકાંક ૧૭૫ અંક વધીને ૨૮,૧૨૬ના લેવલે બંધ આવ્યો છે. આજે ઓટો, મેટલ, રિયલ્ટી શેરોમાં પણ તેજીનો વેગ જોવા મળ્યો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૧.૮૫ ટકા, મેટલ ઇન્ડેક્સ ૨.૦૯ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૧૪ ટકાની તેજી જોવા મળી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


