અરબાઝ મારા બાળકોના પિતા છે, તેમને નજરઅંદાજ ન કરાયઃ મલાઈકા

0
6

મુંબઈ,તા.૨૮
મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં તેની અંગત જિંદગી વિશે વાત કરી હતી. તે તેની બહેન અમૃતા સાથે આવી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ડિવોર્સ પછી તેની અને તેની બહેનના અરબાઝ સાથેની મિત્રતામાં કોઈ ફેરફાર કેમ ન આવ્યો?
મલાઈકાએ કહ્યું કે, ‘સંબંધો રાતોરાત નથી બનતા. તેને બનવામાં ઘણો સમય લાગે છે. તે દરેક માટે ખાસ અને અંગત હોય છે. તમે તેને એમ જ તોડી ન શકો. મારાં પેરેન્ટ્સ, બહેન અને બહેનના પતિ સાથેના સ્વતંત્ર સંબંધ છે. અરબાઝ કોઈ એવા વ્યક્તિ નથી જેને તે એમ જ ઓળખે છે. તેઓ પેરેન્ટ્સ માટે દીકરા જેવા છે, બહેન અને તેના પતિ માટે મિત્ર જેવા છે, પરિવાર જેવા છે. આખરે તે મારા દીકરાના પિતા છે. તેને નજરઅંદાજ ન કરી શકાય.’
મલાઈકા અને અરબાઝે ૨૦૧૭માં તેમનું લગ્ન જીવન પૂરું કર્યું. તેમને ૧૬ વર્ષનો અરહાન નામનો દીકરો છે. મલાઈકાએ કહ્યું કે, ‘અરહાન તેની માસીની વધુ નજીક છે. તેની એક ગર્લફ્રેન્ડ હશે કે ૧૦, તે બધું અમૃતાને કહે છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY