મુંબઇ,તા.૧૨
લોકસભાની ચૂંટણી બાદ ત્રણ મહિનામાં જ રાજ્યમાં નવા સાડા આઠ લાખ મતદારો નોંધાયા છે, જેમાં મોટી સંખ્યામાં ૧૯થી ૨૨ વર્ષના મતદારોનો સમાવેશ થાય છે. મતદારોની સંખ્યા સાથે મતદાનની ટકાવારી વધે તે માટે અમે રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ, તેમ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બલદેવ સિંહે જણાવ્યું હતું. મતદારોની વધેલી સંખ્યા અંગે માહિતી આપતા સિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૧૦,૭૫,૫૨૮ નવા મતદારે નોંધણી કરાવી છે, પરંતુ બે લાખ આસપાસ નામ મતદારયાદીમાંથી કપાયા છે, આથી ૮.૬૦ લાખ નવા મતદાર જોડાયા છે. આ સાથે રાજ્યમાં કુલ મતદારોની કુલ સંખ્યા ૮,૯૪,૪૬,૨૧૧ થઈ છે, જેમાં મહિલા મતદાર ૪,૨૭,૦૫,૭૭૭ અને પુરુષ મતદાર ૪,૬૭,૩૭,૮૪૧ છે. તેમણે જણાવ્યું હતું કે મહિલા મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, તેમ છતાં વસતિ ગણતરી અનુસાર જે સ્ત્રી-પુરુષનો રેશિયો છે, તે જોતા ઓછી મહિલાઓએ નોંધણી કરી છે.
વસતિ ગણતરી અનુસાર રાજ્યમાં દર ૧૦૦૦ પુરુષે ૯૨૫ મહિલા છે, પરંતુ મતદારયાદીમાં દર ૧૦૦૦ પુરુષ મતદારની તુલનામાં ૯૧૪ મહિલા મતદાર છે. તેમણે હજુ પણ નોંધણી થઈ શકે તેમ હોવાથી જેમણે નોંધણી ન કરાવી હોય તે લોકોને આગળ આવવા જણાવ્યું હતું. રાજ્યમાં મતદારોની સંખ્યા વધી હોવાથી પોલિંગ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


