મુંબઇ,તા.૧૩
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે બુલઢાણા જિલ્લામાંથી આઘાતજનક સમાચાર પ્રાપ્ત થયા છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરસભા દરમિયાન ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આપઘાત કરનાર ખેડુતે સત્તાધારી પક્ષ ભાજપની જ ટી શર્ટ પહેરી હતી.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ભાજપ-શિવસેના ગઠબંધનને ફરીવાર સત્તા અપાવવા પ્રચારમાં વ્યસ્ત છે. ઉપરાછાપરી રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ૨૧ ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.
રવિવારે મુખ્યપ્રધાન ફડણવીસ પ્રચાર અર્થે બુલઢાણા જિલ્લાના શેગાંવ ખાતે ગયા હતા. આ સાથે નાંદૂર અને ખામગાવમાં પણ તેમનો પ્રચાર કાર્યક્રમ ગોઠવાયો હતો. દરમિયાન સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ભાજપના કાર્યકર અને ખેડુતે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક ખેડૂતનું નામ રાજુ જ્ઞાનદેવ તલવારે છે. તેની ઉંમર ૩૫ વર્ષની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


