અમારી પાસે વિપક્ષમાં રાહુલ ગાંધી છે જે દેશમાં રહેતા જ નથી : અનુપમ ખેર

0
8

મુંબઈ,તા.૨
પ્રતિષ્ઠિત ટીવી કાર્યક્રમમાં અનુપમ ખેરે પ્રધાનમંત્રીના ખૂબ વખાણ કર્યા છે. અનુપમ ખેરે કહ્યું કે, મને મોદીનો સપોર્ટ કરવા પર ટ્રોલ કરવામાં આવે છે. જે અત્યાર સુધીનું સૌથી સારું ટ્રોલિંગ છે. આ સાથે જ તેણે કલમ ૩૭૦ સહીતના ઘણા પોલિટિકલ મુદ્દાઓ પર વાત કરી. અનુપમ ખેરની પત્ની કિરણ ખેર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ચંદીગઢમાં વિજેતા રહ્યાં હતાં. તેણે આપના ગુલ પનાગ અને કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલને હરાવ્યા હતા.
પીએમ મોદીના વખાણ કરતા તેણે જણાવ્યું કે મોદીએ ભારતીય રાજકારણનું દૃશ્ય બદલી નાખ્યું છે, તેમની જીત તે વાતની સાબિતી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કામને ખેરે નિરાશાજનક ગણાવ્યું. તેણે કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલે આપણને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું દેખાડયું હતું પરંતુ તેઓ પણ બાકી રાજનેતાઓની જેમ ફરી ગયા. કેમ મનીષ સિસોદિયા સિવાય બધાએ તેમનો સાથ છોડી દીધો.’
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે અનુપમ ખેરે કહ્યું કે, ‘આપણી પાસે વિપક્ષમાં રાહુલ ગાંધી છે જે દેશમાં રહેતા જ નથી. જો તમે મને આ વાત પર ટ્રોલ કરવા ઇચ્છતા હોય તો કરો. હું પીએમ મોદીને સપોર્ટ કરવા પર ટ્રોલ થતો હોઉં છું અને આ સૌથી સારું ટ્રોલિંગ છે.’ આ સાથે જ અનુપમ ખેરે કલમ ૩૭૦ પર પણ ખુલીને વાત કરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY